Western Times News

Gujarati News

સીબીઆઇ નાના નાના મામલામાં ઘુસવા લાગી હવે નહીં ચાલે: રાઉત

મુંબઇ, મહારાષ્ટ્રની ઉદ્વવ ઠાકરે સરકારે રાજય મામલાની તપાસ માટે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇને આપવામાં આવેલ સર્વસમતિને પાછી લઇ લીધી છે. તેનો અર્થ એ છે કે હવે કોઇ પણ મામલાની તપાસ માટે સીબીઆઇને પહેલા રાજય સરકારથી મંજુરી લેવી પડશે. પાર્ટીના રાજયસભાના સાંસદ અને પ્રવકતા સંજય રાઉતે સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે.
રાઉતે કહ્યું કે એક રાષ્ટ્રીય મુદ્દાના મામલામાં સીબીઆઇની પાસે તપાસ કરવાનો અધિકાર છે રાજયના મામલામાં પહેલાથી જ અમારી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તેમાં હસ્તક્ષેપના કારણે અમારે આ નિર્ણય લેવો પડયો છે.

તેમણે આગળ કહ્યું કે સીબીઆઇ નાના નામા મામલામાં ધુસવા લાગી છે.સીબીઆઇનું પોતાનું એક વજુદ છે મહારાષ્ટ્ર જેવા રાજયોમાં જાે કોઇ રાષ્ટ્રીય કારણ છે તો તેમને તપાસ કરવાનો અધિકાર છે. રાજયસભાના સાંસદે કહ્યું કે મુંબઇ કે મહારાષ્ટ્ર પોલીસે કોઇ વિષય પર તપાસ શરૂ કરી કોઇ અન્ય રાજયમાં એફઆઇઆર દાખલ કરવામાં આવે છે ત્યાંથી કેસ સીબીઆઇને જાય છે અને સીબીઆઇ મહારાષ્ટ્રમાં આવી જાય છે હવે આ ચાલશે નહીં. મહારાષ્ટ્ર અને મુંબઇ પોલીસને પોતાનો એક અધિકાર છે જે બંધારણે આપ્યો છે.

આ ઉપરાંત રાઉતે વરિષ્ઠ ભાજપ નેતા એકનાથ ખડગે ભાજપ છોડી એનસીપીમાં સામેલ થવાને લઇને પણ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે એકનાથે જાે પોતાના જીવનના આ તબક્કામાં ૪૦ વર્ષ સુધી ભાજપની સેવા કર્યા બાદ હવે આંખોમાં આસુ લઇ એનસીપીમાં સામેલ થઇ રહ્યાં છે તો આ નિર્ણયની પાછળ એક મોટું કારણ હશે તેમની કુંડલી જામી ગઇ હશે તેઓ ભારે મન સાથે ભાજપ છોડી રહ્યાં હશે ભાજપે તેમનું સન્માન કરવું જાેઇતુ હતું તેમનું યોગદાન પાર્ટીમાં રહ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.