સીબીઆઇ સુશાંત સિંહ રાજપુત કેસની તપાસ કરશે: સુપ્રીમ કોર્ટ
નવીદિલ્હી, સુશાંત સિંહ રાજપુત કેસમાં સુપ્રીમ કોર્ટે આજે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે સુપ્રીમ કોર્ટે આ મામલામાં સીબીઆઇ તપાસનો આદેશ આપ્યો છે અને કહ્યું છે કે મહારાષ્ટ્ર સરકાર સીબીઆઇને સહયોગ કરે આ સાથે જ તમામ તપાસ બંધિત દસ્તાવેજ ઉપલબ્ધ કરાવવા માટે પણ મદદ કરે કોર્ટે સીબીઆઇને કહ્યું છે કે તે ભવિષ્યમાં સુશાંત કેસથી સંબંધિત મામલાને પોતાના હાથમાં લે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે એ સુનિશ્ચિત કરવામાં આવે કે સુશાંત સિંહ રાજપુકના મોતની પાછળના રહસ્યની તપાસ માટે દખલ ન આપે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે સીબીઆઇ ફકત પટણાની એફઆઇઆર મામલાની તપાસ કરવામાં સક્ષમ છે એટલું જ નહીં આગળ પણ કોઇ કેસ થાય તો તે સીબીઆઇ જાેશે સુપ્રીમ કોર્ટે કહ્યું કે બિહાર સરકારને આ બાબતનો અધિકાર છે કે તે સુશાંતના પિતાની ફરિયાદ પર કેસ સીબીઆઇને રેફર કરે સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહારાષ્ટ્ર પોલીસ સીબીઆઇને સહયોગ કરે કારણ કે હવે સીબીઆઇ તપાસના આદેશ સુપ્રીમ કોર્ટના ે છે. સુશાંતના પિતાના વકીલ વિકાસ સિંહે કહ્યું કે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે બિહાર સરકાર સીબીઆઇ તપાસ માટે કેસ રેફર કરવા માટે સક્ષમ છે પટણામાં દાખલ કેસ કાયદેસર છે.
સુશાંત સિંહ રાજપુતના મોતના મામલામાં તપાસનો અધિકાર કોને છે તેને લઇ મામલો સુપ્રીમ કોર્ટમાં હતો સુપ્રીમ કોર્ટે તમામ પક્ષો પાસે લેખિત જવાબ માગ્યો હતો બિહાર સરકાર, રિયા ચક્રવર્તી અને સુશાંતના પરિવાર તરફથી લેખિત જવાબ સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવ્યો હતો જયારે સીબીઆઇ તરફથી સુપ્રીમ કોર્ટમાં લેખિત જવાબ આપવામાં આવ્યો હતો.જવાબમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટને સીબીઆઇ અને પ્રવર્તન નિદેશાલય ઇડીને પોતાની તપાસ જારી રાખવી જાેઇએ
ઘટના મુંબઇનીની છે અને જુરિસ્ડિકશન પણ મહારાષ્ટ્ર પોલીસની બને છે પરંતુ બિહાર પોલીસે કેસ દાખલ કર્યો છે પટણામાં ઘટના બની નથી રિયાની વિરૂધ્ધ રાજનીતિક ફોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મામલાને રાજકીય એજન્ડાની જેમ ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી રાજનીતિક લાભ લઇ શકાય મામલામાં પટણા પોલીસને જુરિડિકશન બને છે કેસ મુંબઇ ટ્રાંસફર થવો જોઈએ.
રિયાએ ખુદ સીબીઆઇ તપાસની માંગ કરી હતી મુંબઇ પોલીસે ૫૬ લોકોના નિવેદન દાખલ કર્યા પરંતુ એકએફઆર દાખલ કરી નહીં મહારાષ્ટ્રમાં પોલીસ પર રાજનીતિક દબાણ છે.રાજનિતિ દબાણને કારણે એફઆઇઆર દાખલ કરવામાં આવી નથી બિહાર પોલીસના એસપીને ત્યાં કવાંરંંટીન કરવામાં આવ્યા. સુશાંતનું મોત ૧૪ જુનના રોજ થયું હતું બે મહીનાથી વધુનો સમય થઇ ગયો અને કોઇ પરિણામ ન નકળ્યું સુશાંતનો પરિવાર અને તેમના પ્રશંસકો તાકિદે આ મામલામાં ન્યાય ઇચ્છે છે સુશાંતની બેન શ્વેતા સિંહ કીર્તી,તેમની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડે સહિત તેમના મિત્ર અને પ્રશંસકો અનેક દિવસોથી સોશલ મીડિયા પર ન્યાયની માંગ કરી રહ્યાં છે.HS