સીબીએલઆઇની પરીક્ષા રદ કરવા કેન્દ્રને કેજરીવાલની અપીલ
નવીદિલ્હી: પાટનગરમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા મામલાને જાેતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારથી સીબીએસઇની ૧૦મી અને ૧૨માં ધોરની પરક્ષાઓ રદ કરવાની અપીલ કરી છે એ અલગ વાત છે કે સીબીએસઇ તરફથી પહેલા જ કહેવામાં આવી ચુકયુ છે કે પરીક્ષા નક્કી તારીખ પર ઓફલાઇન જ કરવામાં આવશે આજે ડિજીટલ પત્રકાર વાર્તા દરમિયાન કેજરીવાલે કહ્યું કે અનેક રાજય સરકારોની સાથે અનેક દેશોએ પણ કોરોનાની સ્થિતિને કારણે પરીક્ષાઓ રદ કરી છે.
દિલ્હીમાં પણ સીબીએસઇની પરીક્ષા રદ થવી જાેઇએ તેમણે કહ્યું કે તેમાં છ લાખ બાળકો પરીક્ષામાં હેસશે એક લાખ શિક્ષક પરીક્ષા પ્રક્રિયામાં સામેલ થશે આવામાં કેન્દ્રને અપીલ છે કે પરીક્ષા રદ કરવામાં આવે આ પરીક્ષા માટે કોઇ અન્ય પધ્ધતિ કાઢવામાં આવે કારણ કે સ્થિતિ સારી નથી
દિલ્હીમાં કોરોનાના વધતા મામલાને લઇ અરવિંદ કેજરીવાલે કહ્યું કે સરકાર તરફથી સામાન્ય લક્ષણો વાળા દર્દીઓ માટે બૈંકવેટ હોલમાં પણ વ્યવસ્થા કરવામાં આવશે હોસ્પિટલમાં ફકત ગંભીર દર્દીઓ માટે રાખવામાં આવશે કોરોનાની આ લહેર ખુબ ખતરનાક છે બૈકવેટ હોલમાં પણ કોરોના દર્દીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમણે તમામ લોકોને અપીલ કરી કે પહેલા લોકોએ ઉત્સાહ સાથે પ્લાઝમા ડોનેટ કર્યા હતાં તમે તમામ જાે બીમાર થયા હોય અને હવે ઠીક છો તો પ્લાઝમા જરૂર ડોનેટ કરો આપણે બધાએ એક પરિવારની જેમ કામ કરવાનું છે.
એ યાદ રહે કે દેશભરમાં કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે અનેક છાત્રો અને તેમના વાલીઓની સાથે શિક્ષકોએ સીબીએસઇથી કલાસ ૧૦ અને ૧૨ની પરીક્ષા ટાળવા કે રદ કરવાની માંગ કરી છે પરંતુ સીબીએસઇ પહેલા જ સ્પષ્ટ કરી ચુકી છે કે પરીક્ષા ન તો ટાળવામાં આવશે અને ન તો રદ કરવામાં આવશે. સીબીએસઇ અનુસાર નક્કી કાર્યક્રમ અનુસાર જારી કરવામાં આવેલ જેટશીટ મુજબ જ પરીક્ષાઓ ઓફલાઇન કરાવવામાં આવશે