Western Times News

Gujarati News

સીબીએસઇ-સીઆઇએસસીઇ બન્નેના માપદંડ સરખા હોવા જાેઇએ : સુપ્રીમ

Files Photo

નવીદિલ્હી: સીબીએસઇ અને સીઆઇસીએસઇ પરીક્ષાઓને લઇને દાખલ અરજીઓની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઇ હતી. સુનાવણી વેળાએ ન્યાયાધીશ એ.એમ. ખાનવિલ્કર અને ન્યાયાધીશ દિનેશ મહેશ્વરીની બેંચે કહ્યું કે બન્ને બોર્ડના ક્રાઇટેરિયા એક સમાન હોવા જાેઇએ. એટલુ જ નહીં પરિણામોની જાહેરાત પણ એક સાથે જ થવી જાેઇએ.
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટમાં સીબીએસઇ અને સીઆઇએસસીઇ દ્વારા પ્રસ્તુસ કરાયેલા ક્રાઇટેરિયાને સ્વિકારી લેવામાં આવ્યા હતા અને કેટલાક મુદ્દાઓને લઇને સ્પષ્ટતા માગી હતી. બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં સીબીએસઇ કંપાર્ટમેન્ટ પરીક્ષાઓ રદ કરવાની માગણી કરતી ૧૧૫૨ વિદ્યાર્થીઓની અરજી પર પણ સુનાવણી કરવામાં આવી હતી.

આ સાથે જ સુપ્રીમ કોર્ટે વિવિધ રાજ્યોની ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓ મામલે પણ સુનાવણી કરી હતી. આ મામલાઓ પર સુનાવણી વેળાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ રાજ્યોએ પરીક્ષાઓ રદ કરી કે કેમ તે અંગેની જાણકારી આપી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલાની સુનાવણી આગામી ૨૨મી જુન સુધી મુલતવી રાખી હતી.

જ્યારે સુનાવણી શરૃ થઇ ત્યારે એવી આશા વ્યક્ત કરાઇ રહી હતી કે આજે જ આ મામલાનો ચુકાદો આવી જશે. સીબીએસઇ અને આઇસીએસઇની ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓના પરિણામો અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જે અંગે આવતી કાલે જવાબ આપવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.