સીમા પર તનાવ જારી: ગત અઠવાડીયે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે તાબડતોડ હવાઇ ગોળીબાર
નવીદિલ્હી, પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીનની વચ્ચે જારી તનાતની વચ્ચે એક વધુ અહેવાલો આવ્યા છે ગત અઠવાડીયે પૈંગોગ ત્સો ઝીલના ઉતરી કિનારા પર ભારતીય અને ચીન સૈનિકો વચ્ચે તાબડતોડ હવાઇ ગોળીબાર કરવામાં આવ્યા હતાં. આ ઘટના ત્યારે બની જયારે ભારતીય સેનાએ પીપલ્સ લિબરેશન આર્મીની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ઉચાઇવાળા સ્થળ પર પોતાનું નિયંત્રણ કરી લીધુ હતું આ મામલાથીજાેડાયેલ અધિકારીઓએ આ માહિતી આપી હતી.
હકીકતમાં ૨૯-૩૦ ઓગષ્ટની રાત બાદ એલએસી પર ગોળીબાર ચલાવવાની આ ત્રીજી ઘટના હતી ચીનની સાથે વર્તમાન સીમા ટકરાવે ૪૫ વર્ષોમાં પહેલીવાર એલએસી પર ગોળીબાર થયો આ રીતે આ છેલ્લા ૪૫ વર્ષોમાં પહેલીવાર થયું જયારે એલએસી પર ગોળીબાર થયો આ ઘટના વિદેશ મંત્રી એસ શંકરની ૧૦મી સપ્ટેમ્બરે મોસ્કોમાં તેમના સમકક્ષ વાંગ યીની મુલાકાતના કેટલાક દિવસ પહેલા થઇ હતી બંન્ને દેશોના પ્રતિનિધિઓએ લદ્દાખમાં જારી તનાવને ઓછો કરવા અને શાંતિ બહાલ કરવાના ઉપાયોને લઇ સમજૂતિ કરી હતી.
અધિકારીઓએ કહ્યું કે હવાઇ ગોળીબારની આ ઘટના ફિગર્સ ૩ અને ૪ના મિલાન બિન્દુ ઉપર સિરિજાપ રેંજમાં થઇ ઝીલના ઉત્તરી અને દક્ષિણ કિનારે ભારત અને ચીન વચ્ચે વર્તમાન સીમા ગતિરોધના કેન્દ્રમાં છે અને ચાર ફ્રિકશન વિસ્તારમાં બંન્ને સેના ફોરવર્ડ પોઝીશન પર છે ઝીલની બંન્ને કિનારા પર ફ્રિકશન પર ભારતીય અને ચીની સૈનિક મુશ્કેલથી ૧૦૦ મીટરના અંતર પર છે.
પૈંગોંગ ઝીલના દક્ષિણ કિનારા પર પણ ગોળીબાર થયો હતો ભારતીય સેનાએ ગત અઠવાડીયે કહ્યું હતું કે ચીની સૈનિકે ૭ સપ્ટેમ્બરે પોતાના સૈનિકોને દક્ષિણ કિનારે રેજાંગ ક્ષેત્રની પાસે મુખપારી ચોટી પર ઉચાઇવાળી જગ્યા પર કબજાે કરવાના ઇરાદે પોતાના સૈનિકોને ઉશ્કેરવા માટે ગોળીબાર કર્યો હતો.ચીની સેનાએ પૈંગોંગ ઝીલના દક્ષિણ કિનારે ભારતીય જવાનોની હાજરી વધુ વધારી યથાસ્થિતિને બદલવાનો પ્રયાસ કર્યો હતો. ચીનની આ ધુષણખોરીનો પ્રયાસ ભારતે નિષ્ફળ બનાવી દીધો હતો.
એ યાદ રહે કે રાજનાથસિંગે મંગળવારે લોકસભામાં કહ્યું હતું કે ચીની સેનાએ એસએસીની અંદર મોટી સંખ્યામાં જવાનો અને હથિયારોને તહેનાત કર્યા છે અને ક્ષેત્રમાં બંન્ને દેશોના સૈનિકની વચ્ચે ટકરાવના અનેક બિદુ છે અમારી સેનાએ પણ જવાબી તહેનાત કરી છે જેથી દેશની સુરક્ષા હિતોને પુરી રીતે ધ્યાનમાં રાખી શકાય અમારા સશસ્ત્ર દળ આ પડકારોનો સામનો કરવા માટે મકકમ છે અને સશસ્ત્ર દળો પર ગર્વ છે તેમણે કહ્યું કે વાસ્તવિક નિયંત્રણ રેખાનું સમ્માન કરવું અને તેનો કડકાઇથી પાલન કરવું જાેઇએ સીમા ક્ષેત્રમાં શાંતિ અને સદ્ભાવનાનો આધાર છે અને તેને ૧૯૯૩ અને ૧૯૯૬ની સમજૂતિમાં સ્પષ્ટ રીતે સ્વીકારકરવામાં આવ્યો છે.
એ યાદ રહે કે સીમા પર ભારતીય સૈન્ય અને ચીની સૈન્ય એક બીજાની સામસામે છે સીમા વિવાદને લઇને બંન્ને દેશો વચ્ચે સંબંધો તનાવપૂર્ણ થયા છે. ચીન અવારનવાર ભારતીય સૈન્યને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ ભારતીય સૈનિકો સંયમ અને ઘર્યથી ચીની સૈનિકોનો સામનો કરી રહ્યા છે.HS