સીમા પર શહીદ થયેલ કમાંડો તેનજિનના અંતિમ સંસ્કાર થયા
જમ્મુ, સ્પેશિયલ ફ્રંટિયર ફોર્સ એસએફએફ કમાંડો નેઇમા તેનજિનના લેહમાં આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતાં ભારત માતાની જયથી વિસ્તાર ગુંજી ઉઠયો હતો એ યાદ રહે કે ઓગષ્ટના અંતિમ સપ્તાહમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે નેઇમા તેજજિન શહીદ થયા હતાં જેના લેહમાં સૈન્ય સમ્માનની સાથે આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધન શહીદના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા હતાં અને તેમણે શહીદને શ્રધ્ધાંજલિ આપી હતી.
એ યાદ રહે કે પૈંગેંગના દક્ષિણી વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા(એસસીએ) પર ૨૯-૩૦ ઓગષ્ટની રાતે ચીની સૈનિકોની વિરૂધ્ધ ઓપરેશનમાં સેનાના વિશેષ દળની કંપની લીડર તેનજિન ૫૧ વર્ષ શહીદ થ.યા હતાં તેનજિનના પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો છે લેહમાં લગભગ દોઢ લાખ તિબેટી શરણાર્થીઓની કોલોની છે.
વિકાસ રેજિમેંટમાં અધિકારી થલ સેનાના હોય છે અને જવાન તિબેટી શરણાર્થીઓમાંથી ચુંટાઇ આવે છે પહાડો પર કાર્યવાહીમાં માહિર વિશેષ ટુકડીના જવાનોએ ૧૯૭૧ અને કારગીલ યુધ્ધમાં પણ પોતાનું શૌર્ય બતાવ્યું હતું તેની સ્થાપના ૧૯૬૨માં ભારત ચીન યુધ્ધ બાદ કરવામાં આવી હતી.HS