સીમા વિવાદ: જાપાનની સાથે મળી હવે હિંદ મહાસાગરમાં ભારત ચીનની ઘેરાબંધી કરશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/08/Ind-chin-1024x768.jpg)
નવીદિલ્હી, સીમા વિવાદને લઇ એલએસી પર ચાલી રહેલ ટકરાવની વચ્ચે ભારતે હિંદ મહાસાગરમાં પણ ચીનની ઘેરાબંધી કરી દીધી છે આ સબંધમાં ભારત અને જાપાન વચત્ચે બુધવારે થયેલ એતિહાસિક રક્ષા સમજૂતિને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે તે હેઠન બંન્ને દેશો એક બીજાના સશસ્ત્ર દળોને પુરવઠો અને સેવાઓનું આદાન પ્રદાન કરળે સમજૂતિ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જાપાની સમકક્ષથી ફોન પર વાતચીત પણ કરી હતી રક્ષા મંત્રાલયના સુત્રોના જણાવ્યા અનુસાર જાપાનની સાથે સશસ્ત્ર દળોને પરસ્પર સેવાઓ ઉપલબ્ધ કરાવવાને લઇ આ પ્રકારની સમજૂતિ પહેલીવાર થઇ છે જાે કે બંન્ને દેશો વચ્ચે રણનીતિક સંબંધ પહેલાથી જ છે પરંતુ ચીનથી વર્તમાન ટકરાવની વચ્ચે થયેલ આ સમજૂતિને હિંદ મહાસાગરમાં ચીનની ઘેરાબંધીના હિસાબથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે આ સમજૂતિથી હિંદ મહાસાગરમાં ભારતને રણનીતિક સરસાઇ મળવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.
![]() |
![]() |
રક્ષા મંત્રાલયના સુત્રોએ જાે કે સમજૂતિના બિદુઓ પર વધુ વિવરણ આપ્યું નહીં પરંતુ આ સમૂજિત બાદ ભારતીય સેનાઓઓને જાપાની સેનાઓ પોતાના અડ્ડા પર જરૂરી સામગ્રીના પુરવઠો કરી શકશે આ સાથે જ ભારતીય સેનાઓના રક્ષા સાજાે સામાનની સર્વિસિંગ પણ આપશે આ સુવિધા ભારતીય સૈન્ય અડ્ડા પર જાપાની સેનાઓને પણ મળશે. યુધ્ધની સ્થિતિમાં આ સેવાઓ ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી છે આ પ્રકારની સમજૂતિ ભારતે અમેરિતા ઓસ્ટ્રેલિયા ફ્રાંસ ઓમાન અને સિંગાપુરથી પણ કરી રાખ્યું છે.
બંન્ને દેશો વચ્ચે આ સમજૂતિ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના પોતાના સમકક્ષ શિંજાે આબેથી ટેલીફોન પર અડધો કલાકની વાતચીત કરી તથા રક્ષા સહયોગને મજબુત બનાવવા માટે આભાર વ્યકત કર્યો બંન્ને નેતાઓએ આશા વ્યકત કરી કે આ સમજૂતિ બંન્ને દેશોની રક્ષા સહયોગને વધુ ગાઢ બનાવશે તથા હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષામાં પણ યોગદાન કરશેએ યાદ રહે કે ભારત અને ચીન વચ્ચે ગત ચાર મહીનાથી પૂર્વ લદ્દાખમાં સીમ વિવાદને લઇ ટકરાવ જારી છે સીમા પર તનાવ ઓછો કરવા અને શાંતિ બહાલ કરવા માટે અનેક સ્તરની વાર્તા થઇ ચુકી છે. પરંતુ ડ્રેગનની સેના હજુ પણ પાછળ હટવા તૈયાર નથી જાે કે આ વચ્ચે સારી વાત એ છે કે ભારત પણ પોતાની તહેનાતી વધારી રહી છે અને પૈગેંગ ઝીલની પાસે ઉચાઇ વાળા વિસ્તાર પર કબજૅો કરી લેવામાં આવ્યો છે ત્યારબાદથી પીએએલએની ગભરાહટ જાેવા મળી રહી છે.HS