સીરમ ઇન્સ્ટિટ્યૂટે ન્યૂમોનિયાની પહેલી વેક્સિન વિકસિત કરી

નવી દિલ્હી: સીરમ ઇન્ટિંરટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ન્યૂમોનિયા રોગ માટે સ્વદેશમાં પહેલી વેક્સીન વિકસિત કરી છે જેને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન આવતા સપ્તાહે લૉન્ચ કરી શકે છે. ત્યારબાદ આ વેક્સીન બજારમાં ઉપલબ્ધ હશે.
સૂત્રોએ બુધવારે જણાવ્યું કે આ વેક્સીન હાલના સમયમાં બે વિદેશી કંપનીઓ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી વેક્સીનની તુલનામાં ઘણી સસ્તી હશે. ભારના ઔષધિ નિયામકે પુના સ્થિત સંસ્થાથી પ્રાપ્ત વેક્સીનના ક્લિનિકલ ટ્રાયલના પહેલા, બીજા અને ત્રીજા ચરણના આંકડાઓની સમીક્ષા કર્યા બાદ જુલાઈમાં જ ન્યૂમોકોકલ પોલીસેક્રાઇડ કાંજુગેટને બજારમાં ઉતારવાની મંજૂરી આપી દીધી હતી.
સ્વાસ્થ્ય મંત્રાલયે આ પહેલા જણાવ્યું હતું કે વેક્સીનના માધ્યમથી શિશુઓમાં સ્ટ્રેપ્ટોકોકસ ન્યૂમોનિયા દ્વારા થતી બીમારી પ્રત્યે રોગ પ્રતિકારક ક્ષમતાને વધારી શકાય છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટે વેક્સીનના પહેલા, બીજા અને ત્રીજા ચરણના ક્લિનિકલ ટ્રાયલ ભારત અને આફ્રિકાના દેશ ગામ્બિયામાં કર્યા છે. અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે ન્યૂમોનિયાના ક્ષેત્રમાં આ સ્વદેશમાં વિકસિત પહેલી વેક્સીન છે.
સૂત્રોએ જણાવ્યું કે આ વેક્સીન ફાઇઝરના એનવાયએસઇઃપીએફઈ અને ગ્લેક્સોસ્મિથક્લાઇનની એલએસઇઃજીએસકેની તુલનામાં ઘણી સસ્તી હશે. સ્વાસ્ય્મ મંત્રીને લખેલા એક પત્રમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં સરકાર અને નિયામક મામલાઓના નિદેશક પ્રકાશ કુમાર સિંહે કહ્યું કે, વોકલ ફોર લોકલ અને દુનિયા માટે મેક ઇન ઈન્ડિયા હેઠળ વડાપ્રધાનના સપનાને પૂરું કરવું હંમેશા અમારો પ્રયાસ રહે છે.
તેઓએ લખ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્ત્મનિભર ભારતના આહ્વાનની દિશામાં આગળ વધતા અમે કોવિડ-૧૯ લોકડાઉન દરમિયાન ભારતના પહેલા વૈશ્વિક સ્તરીય ન્યૂમોનિયા વેક્સીનનો વિકાસ કરી અને તેના માટે ભારતીય લાઇસન્સ લઈને એક ઐતિહાસિક માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે.
યૂનિસેફના આંકડા મુજબ, ન્યૂમોનિયાના કારણે ભારતમાં દર વર્ષે શૂન્યથી પાંચ વર્ષની ઉંમરના એક લાખથી વધુ બાળકોના મોત થાય છે. અધિકૃત્ર સૂત્રો અનુસાર, ન્યૂમોનિયા શ્વસન સંબંધી બીમારી છે, એવામાં કોવિડ-૧૯ મહામારી દરમિયાન ન્યૂમોનિયાની વેક્સીન ખૂબ જ અગત્યની બની જાય છે.