સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં આગથી પાંચનાં મોત: તપાસનાં આદેશ
પૂણે, કોરોના સામેની લડાઈમાં કોવિશીલ્ડ રસી બનાવવાનું કામ કરી રહેલી પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ આગ લાગી હોવાની ઘટના બની. પુણે પોલીસ કમિશનરના જણાવ્યા પ્રમાણે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આગની ઘટનાને લઈને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ ઘટનામાં ૫ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ આગની ઘટનાને લઇને તપાસના આદેશ આપ્યા છે. અહીં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં આગ લાગી હતી. મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રીએ આ સ્પષ્ટતા કરી છે. બિલ્ડિંગમાં વેલ્ડિંગ અને ઇલેક્ટ્રિક્સ કામ ચાલી રહ્યું હતું. સીરમ ઇન્સ્ટિટ્યુટની નવી બિલ્ડિંગના બીજા માળે આગ લાગી હતી.
ફાયર બ્રિગેડની ૧૫ ગાડીઓ ઘટના સ્થળે છે. સાથે જ એનડીઆરએફની ટીમ પણ પહોંચી ગઈ છે. મહારાષ્ટ્ર સરકાર આ ઘટના પર નજર રાખી રહી છે. સીરમ ઇન્સ્ટીટ્યુટ ઑફ ઇન્ડિયાના ટર્મિનલ ૧ ગેટ પર આગ લાગી ગઈ છે. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ઘટનાસ્થળે પહોંચેલી ગાડીઓ આગ ઓલવવામાં લાગી છે. ઉલ્લેખનીય છે કે સીરમ ઇન્સ્ટિટ્યુટમાં જ કોવિશીલ્ડ બનાવવામાં આવી રહી છે, જે ભારત સહિત અનેક દેશોને આપવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે પુણેના મંજરીમાં આવેલી સીરમ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયાના નવા પ્લાન્ટમાં આગ લાગી છે. ૩૦૦ કરોડના ખર્ચે બનેલા આ પ્લાન્ટમાં કોરોના વેક્સિન કોવિશીલ્ડનું મોટા પ્રમાણમાં પ્રોડક્શન કરવાની યોજના છે. ગત વર્ષે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતુ, પરંતુ અત્યારે આ પ્લાન્ટમાં વેક્સિનનું ઉત્પાદન શરૂ નથી થઈ શક્યું. દૂરથી પ્લાન્ટ પર આગના કાળા ધુમાડા જાેવા મળી રહ્યા છે. ૫ માળના આ પ્લાન્ટમાં કોવિશીલ્ડનું પ્રોડક્શન થોડાક દિવસમાં શરૂ થવાનું છે.
અત્યારે કોરોના વેક્સિન કોવિશીલ્ડનું પ્રોડક્શન સીરમ ઇન્સ્ટીટ્યુટ ઑફ ઇન્ડિયાના નવા પ્લાન્ટથી લગભગ એકથી બે કિલોમીટર અંતર પર આવેલા જૂના પ્લાન્ટથી કરવામાં આવી રહ્યું છે. આ પ્લાન્ટનું નિર્માણ ૧૯૯૬માં કરવામાં આવ્યું હતુ. અહીં કોવિશીલ્ડનું પ્રોડક્શન થઈ રહ્યું છે. કોવિશીલ્ડનું મોટા પ્રમાણમાં પ્રોડક્શન કરવાની તૈયારી નવા પ્લાન્ટથી હતી, જેનો કેટલોક ભાગ અત્યારે આગની ઝપટમાં છે.
કોરોના સામેની લડાઈમાં કોવિશીલ્ડ રસી બનાવવાનું કામ કરી રહેલી પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં આગની ઘટનાને લઈને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ૧૦ ગાડીઓ ઘટના સ્થળે હતી. સાથે જ એનડીઆરએફની ટીમ પણ પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. મહારાષ્ટ્ર સરકાર આ ઘટના પર નજર રાખી રહી છે. સીરમ ઇન્સ્ટીટ્યુટ ઑફ ઇન્ડિયાના ટર્મિનલ ૧ ગેટ પર આગ લાગી ગઈ હતી. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ઘટનાસ્થળે પહોંચેલી ગાડીઓએ આગ ઓલવવામાં નાખી છે. ઉલ્લેખનીય છે કે સીરમ ઇન્સ્ટિટ્યુટમાં જ કોવિશીલ્ડ બનાવવામાં આવી રહી છે, જે ભારત સહિત અનેક દેશોને આપવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે પુણેના મંજરીમાં આવેલી યાના નવા પ્લાન્ટમાં આગ લાગી હતી. ૩૦૦ કરોડના ખર્ચે બનેલા આ પ્લાન્ટમાં કોરોના વેક્સિન કોવિશીલ્ડનું મોટા પ્રમાણમાં પ્રોડક્શન કરવાની યોજના છે. ગત વર્ષે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતુ, પરંતુ અત્યારે આ પ્લાન્ટમાં વેક્સિનનું ઉત્પાદન શરૂ નથી થઈ શક્યું. દૂરથી પ્લાન્ટ પર આગના કાળા ધુમાડા જાેવા મળી રહ્યા હતા. ૫ માળના આ પ્લાન્ટમાં કોવિશીલ્ડનું પ્રોડક્શન થોડાક દિવસમાં શરૂ થવાનું છે.SSS