સીરમ ઈન્સ્ટીટ્યુટની કોવિશીલ્ડ વેક્સીનને WHOમાંથી મળી શકે છે વિશ્વમાં વપરાશની મંજૂરી
નવી દિલ્હી, પુનાના સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા(SII)ની કોવિશીલ્ડને ઝડપથી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)માંથી આંતરરાષ્ટ્રીય સ્તરના ઉપયોગ માટે પરવાનગી મળી શકે છે. કોવિશીલ્ડને 3 જાન્યુઆરીએ ભારતમાં ડ્રગ રેગ્યુલેટરે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી દીધી હતી. 16 જાન્યુઆરીથી ભારતમાં શરૂ થયેલા વેક્સિનેશન માટે સરકારે SII સાથે કોવિશીલ્ડના 1.1 કરોડ ડોઝની ડીલ કરી છે. કોવિશીલ્ડને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાએ મળીને બનાવી છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલ ટ્રેડ્રોસ અદનોમ ધેબ્રેયેસસે સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમને આશા છે કે SII રેપિડ અસેસમેન્ટ માટે ફુલ ડેટા સેટ્સ ઝડપથી ઉપલબ્ધ કરાવશે. તેના આધારે WHO નક્કી કરશે કે એસ્ટ્રાજેનેકાની વેક્સિનને ઈન્ટરનેશનલ સ્તરે વપરાશની માન્યતા આપી શકાશ કે નહિ.
આ વેક્સિનને સૌથી પહેલા મેડિસિંસ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સીએ 29 ડિસેમ્બરે ઉપયોગ માટે મંજૂરી આપી હતી. તે પછી ભારત, બ્રાઝીલ, અર્જેન્ટીના, ડોમિનિકન રિપબ્લિક, અલ સલ્વાડોર, મેક્સિકો અને મોરક્કો પણ આ વેક્સિનને મંજૂરી આપી ચૂક્યા છે. આવનારા સપ્તાહમાં કોવિશીલ્ડ માટે યુરોપીયન મેડિસિન્સ એજન્સી(EMA) પાસેથી એપ્રુવલ મેળવવાની કોશિશ થશે. એસ્ટ્રાજેનેકાએ તેની સાથે જ WHOમાંથી ઈમરજન્સી યુઝ લિસ્ટિંગની કોશિશ પણ ઝડપી બનાવી છે. તેનાથી ઓછી આવકવાળા દેશોમાં વેક્સિન ઉપલબ્ધ કરાવવાનો રસ્તો ખુલી જશે.