સીરિયલના એક્ટર નીલ ભટ્ટે કો-એક્ટ્રેસ સાથે કરી સગાઈ
મુંબઈ: ગુમ હૈ કિસી કૈ પ્યાર મેં સીરિયલના વિરાટ (એક્ટર નીલ ભટ્ટ) અને પાંખી (એક્ટ્રેસ ઐશ્વર્યા શર્મા) ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ કપલ છે. સીરિયલમાં પૂર્વ-પ્રેમીનો રોલ કરનારા કો-એક્ટર્સે થોડા દિવસ પહેલા જ પોતાની રિલેશનશીપ ઓફિશિયલ કરી હતી. હવે તેઓ સંબંધને એક ડગલું આગળ લઈ ગયા છે.
હાલમાં જ કપલની રોકા સેરેમની યોજાઈ હતી, જેની તસવીરો તેમણે પોતપોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. રોકા સેરેમનીમાં કપલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યું છે. તસવીરોમાં જાેઈ શકાય છે કે નીલ અને ઐશ્વર્યાએ લાઈટ ઓલિવ ગ્રીન રંગના ટ્રેડિશનલ આઉટફિટમાં ટિ્વનિંગ કર્યું છે.
ઐશ્વર્યાએ રોકા સેરેમની માટે ફ્લોરલ શરારા પર પસંદગી ઉતારી જ્યારે નીલે કૂર્તો પહેર્યો હતો. ઐશ્વર્યા અને નીલે રોકા સેરેમનીની તસવીરો એકસરખા કેપ્શન સાથે જ શેર કરી છે. તેમણે લખ્યું, પાગલપણાંથી લઈને મસ્તી સુધી, પ્રેમના ફાગ ફૂટ્યા અને આપણે જીવનભર માટે એક થઈ ગયા
કપલે રોકા સેરેમનીની તસવીરો શેર કરતાં જ મિત્રો અને ફેન્સ તેમને અભિનંદ પાઠવી રહ્યા છે.જણાવી દઈએ કે, નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માની મુલાકાત સીરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના સેટ પર જ થઈ હતી. આ દરિમાયન જ તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. ત્યારે કપલે રિલેશનશીપને આગળ લઈ જવાનો ર્નિણય કર્યો અને સાદાઈથી રોકા સેરેમની કરી લીધી.
સીરિયલની વાત કરીએ તો ગુમ હૈ કિસી કે પ્યાર મેં ટીઆરપી ચાર્ટમાં સારો દેખાવ કરી રહી છે. ઈન્ડિયન ટેલિવિઝન પર જાેવાતા ટોપ ૫ શોમાં સ્થાન મેળવવામાં આ સીરિયલ સફળ રહે છે. નીલ અને ઐશ્વર્યા બંનેની તેમના પર્ફોર્મન્સ માટે વખાણવામાં આવે છે.