સીરિયલ અનુપમાના સેટ પર હવનનું આયોજન કરાયું
મુંબઈ: હાલમાં જ પોપ્યુલર ટેલિવિઝન શો અનુપમાના સેટ પર હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સીરિયલની આખી ટીમ ઉપસ્થિત રહી હતી. ટીવીએ સેટ પર યોજાયેલા હવનના વિડીયો અને તસવીરો કેપ્ચર કર્યા હતા. સીરિયલના પ્રોડ્યુસર રાજન શાહીએ આ હવન યોજ્યું હતું. રાજન શાહી પોતાની સીરિયલોના સેટ પર અવારનવાર હવન યોજતા રહે છે. ત્યારે અનુપમા માટે આ પરંપરા કેવી રીતે બદલાય? જાે કે, આ પહેલીવાર નથી જ્યારે ‘અનુપમા’ સીરિયલના સેટ પર હવન યોજાયું હોય. ગયા વર્ષે પણ પ્રોડ્યુસરે સેટ પર હવનનું આયોજન કર્યું હતું.
આ વખતે સીરિયલના ૨૦૦ એપિસોડ પૂરા થતાં હવન યોજવામાં આવ્યું છે. સામે આવેલી તસવીરો અને વિડીયોમાં જાેઈ શકો છો કે રાજન શાહી હવન કુંડ પાસે બેસીને હવન કરી રહ્યા છે. રૂપાલી ગાંગુલી સહિતના કલાકારો હવનમાં બેઠા છે. રૂપાલી પીળા અને લાલ રંગના ડ્રેસમાં જાેવા મળી હતી. તેણે ગ્રીન રંગનો દુપટ્ટો માથે ઓઢ્યો હતો. શોમાં કાવ્યાના રોલમાં જાેવા મળતી એક્ટ્રેસ મદલાસા શર્મા અને એક્ટર આશિષ મહેરોત્રા પણ હવનમાં હાજર હતા. એક વિડીયોમાં રૂપાલી ગાંગુલી હવન બાદ આરતી ઉતારતી જાેવા મળે છે.
રૂપાલી પછી ટીમના એક પછી એક સભ્યો આવીને આરતી ઉતારે છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉન પછી શરૂ થયેલી સીરિયલ અનુપમા લોન્ચ થઈ ત્યારથી જ દર્શકોની મનપસંદ બની ગઈ છે. ટીઆરપી ચાર્ટમાં અનુપમા હંમેશા ટોચ પર રહે છે. આ શોમાં રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે લીડ રોલમાં છે. સીરિયલમાં રૂપાલી એવી મહિલાના રોલમાં છે
જે પોતાનું અસ્તિત્વ ભૂલીને માત્ર પરિવારને ખુશ રાખવા પોતાને ખર્ચી નાખે છે. અનુપમા સીરિયલમાં અત્યાર સુધી ઘણાં ટિ્વસ્ટ એન્ડ ટર્ન્સ આવ્યા છે અને દર્શકોને જકડી રાખ્યા છે. ત્યારે હાલ અનુપમા (રૂપાલી ગાંગુલી) અને વનરાજ (સુધાંશુ પાંડે)ના ડિવોર્સથી ભાંગી પડેલી તેમની દીકરી પાંખીને સાચવવા માટે બંને સાથે રહે છે. માતાપિતાના છૂટાછેડાથી આઘાત પામેલી પાંખી ઘર છોડીને જતી રહી હતી. જે બાદ તેને આઘાતની સ્થિતિમાંથી બહાર લાવવા વનરાજ અને અનુપમા સાઈકિયાટ્રિસ્ટની મદદ લઈ રહ્યા છે અને તેમના કહેવાથી જ બંને સાથે રહે છે.