Western Times News

Gujarati News

સીરિયલ અનુપમામાં થશે બે નવા પાત્રોની એન્ટ્રી

મુંબઈ, અનુપમા સીરિયલમાં એક પછી એક ચોંકાવનારા અને રસપ્રદ વળાંક આવતા રહે છે. થોડા દિવસ પહેલા જ સીરિયલમાં અનુજની બહેન માલવિકાની એન્ટ્રી થઈ હતી. તાજેતરના એપિસોડમાં માલવિકા નવું વર્ષ કેમ નથી ઉજવતી તેનો ખુલાસો થયો છે. નવા વર્ષના સાથે તેનો કષ્ટદાયી ભૂતકાળ જાેડાયેલો છે. શાહ પરિવારની ન્યૂયર પાર્ટીમાં જવા માંડ તૈયાર થયેલી માલવિકા ઘરેલુ હિંસાનું દ્રશ્ય જાેઈને ભૂતકાળમાં સરી પડે છે.

માલવિકા પોતે પણ ઘરેલુ હિંસાનો શિકાર બની હતી. એ યાદો આંખ સામે આવતાં તે બેબાકળી થઈ ગઈ હતી. અનુપમાએ માંડ માંડ તેને શાંત રાખી હતી. તો બીજી તરફ પોતાની બહેનની આ હાલત જાેઈને અનુજનું કાળજું પણ ચીરાઈ ગયું હતું. અનુજે જ એક એનઆરઆઈ યુવક શોધીને માલવિકાના લગ્ન કરાવ્યા હતા.

પરંતુ તેણે માલવિકાનું જીવન નર્ક સમાન કરી દીધું હતું. માલવિકાને માંડ માંડ સમજાવીને અનુપમા તેને પોતાનો ગુસ્સો, પીડા બહાર કાઢવાનું કહેશે. ત્યારે માલવિકા ઓશીકા અને ગાદલા પર માર મારીને, ફાડીને પોતાનો ઊભરો ઠાલવશે. આ તરફ માલવિકા, અનુજ-અનુપમા શાહ પરિવારની પાર્ટીમાં ના પહોંચતા સૌ ચિંતિત થઈ જાય છે.

આગામી એપિસોડમાં જાેશો કે, ત્રણેયના ફોન ના લાગતાં વનરાજ અનુજના ઘરે આવ્યા છે. જ્યાં તેને માલવિકાના ભૂતકાળ વિશે જાણ થાય છે. જાેકે, માલવિકાના ભૂતકાળનો અંત અહીં નહીં આવે. મીડિયા રિપોર્ટનું માનીએ તો સીરિયલમાં ટૂંક સમયમાં જ બે નવી એન્ટ્રી થવાની છે.

શોની વાર્તાને આગળ વધારવા માલવિકાના પતિ અને તેના પ્રેમી અક્ષયની એન્ટ્રી થશે. આ તરફ માલવિકાને ભૂતકાળની એ પીડામાંથી કાઢવા અનુજ અને અનુપમા પ્રયત્ન કરશે.

પરંતુ તેનો પતિ અને અક્ષય ફરી પાછા આવતાં નવા કેવા પડકારો આવશે? માલવિકા તેનો સામનો કેવી રીતે કરશે? આ બધું જાેવું રસપ્રદ બની રહેશે. શોમાં બતાવ્યું હતું કે, માલવિકાનો બોયફ્રેન્ડ અક્ષય તેના રૂપિયાને પ્રેમ કરતો હતો. જેથી અનુજે તેને રૂપિયા આપીને ભગાડી દીધો હતો.

આ વાત માલવિકા જાણીને નારાજ થઈ હતી. બાદમાં અનુજે મોટાભાઈ હોવાની ફરજ નિભાવતા બહેનના લગ્ન એક અમીર એનઆરઆઈ સાથે કરાવ્યા હતા.

પરંતુ અનુજને નહોતી ખબર કે અજાણતાં જ તેણે તેની બહેનનો હાથ એક રાક્ષસના હાથમાં આપી દીધો છે. ઘરેલુ હિંસાનો શિકાર થયેલી માલવિકા ડિપ્રેશનમાં સરી પડી હતી. ત્યારે હવે માલવિકાને આ આઘાતમાંથી બહાર કાઢવા અનુજ અને અનુપમા અક્ષયની મદદ લેશે. અનુપમાનું કહેવું છે કે, જાે અક્ષય માલવિકાને પ્રેમ કરતો હશે તો તે ચોક્કસ તેને આમાંથી બહાર કાઢશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, અનુજ-અનુપમા અક્ષયને શોધી લાવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.