Western Times News

Gujarati News

સીરિયલ અનુપમા માટે પારુલ ચૌધરીએ શૂટિંગ કર્યું

મુંબઈ: છેલ્લે કસૌટી જિંદકી ૨માં અનુરાગ બાસુની બહેનના રોલમાં જાેવા મળેલી એક્ટ્રેસ પારુલ ચૌધરીએ ‘અનુપમા’ માટેનું શૂટિંગ શરુ કરી દીધું છે. આ સીરિયલમાં તે મોના ચોપરાના રોલમાં જાેવા મળવાની છે. જે પાંખની સાયકોલોજિસ્ટ છે. પારુલ ચૌધરીએ સીરિયલના સેટ પરથી રુપાલી ગાંગુલી (અનુપમા) અને સુધાંશુ પાંડે (વનરાજ શાહ) સાથેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે. તસવીરોની સાથે એક્ટ્રેસે લખ્યું છે કે, ‘અદ્દભુત અને સુપર હિટ તેવી આ સીરિયલ અનુપમાનો ભાગ બનીને આનંદ અનુભવી રહી છું.

મારા પર ખૂબ પ્રેમ વરસાવનારા મારા ફેન્સનો આભાવ. કુટ પ્રોડક્શનની આખી ટીમનો આભાર જેમણે મને ઘરે જેવું ફીલ કરાવ્યું. અગાઉ કેરેક્ટર વિશે વાત કરતાં પારુલે કહ્યું હતું કે, અનુપમા (રુપાલી ગાંગુલી) અને વનરાજ (સુધાંશુ પાંડે) ડિવોર્સની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે.

તેમની દીકરી પાંખી (મુસ્કાન બામને) આ સ્થિતિને સમજવા માટે તૈયાર નથી. તે એક પ્રકારના સાયકોલોજિકલ ડિસઓર્ડરથી પીડાઈ રહી છે. પરિવાર મારી પાસે તેના કાઉન્સેલિંગ માટે આવશે. હું તે જાણવાનો પ્રયાસ કરીશ કે તેના માતા-પિતા અલગ થઈ રહ્યા છે તે વાત સ્વીકારવા માટે પાંખી કેમ સક્ષમ નથી. તેથી, આ એક કેમિયો હશે. પારુલ ચૌધરીએ તેના અત્યારસુધીના કરિયરમાં નેગેટિવ રોલ કર્યા છે.

જાે કે, ‘અનુપમા’માં તે પોઝિટિવ રોલમાં જાેવા મળવાની છે. આ વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે, ‘ જ્યારે ‘અનુપમા’માં મને પોઝિટિવ રોલ ઓફર થયો તો શરુઆતમાં મને આશ્ચર્ય થયું હતું. મેં તેને પડકાર તરીકે લીધું કારણ કે, કંઈક અલગ કરવા માટે મને આ સારી તક લાગી. મને આશા છે કે લોકો મને અલગ રીતે જાેશે અને તે મારી ઈમેજ બ્રેક કરવામાં મદદ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.