સીરિયલ બાલિકા વધૂ ૨નો પહેલો પ્રોમો રિલીઝ થયો

મુંબઈ: ટીવીનો સૌથી લોકપ્રિય શૉ બાલિકા વધૂ ટુંક જ સમયમાં પોતાની બીજી સીઝન સાથે આવી રહ્યો છે. બાલિકા વધૂની બીજી સીઝનનો પહેલો પ્રોમો ચેનલે રિલીઝ કર્યો છે. મેકર્સ ફરી એકવાર આ સિરીયલના માધ્યમથી ભારતમાં આજે પણ ફેલાયેલી બાળ વિવાહની કુપ્રથા પ્રત્યે લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરવા માંગે છે. બાલિકા વધૂ સીરિયલના મેકર્સ બાળ વિવાહના વર્તમાન પાસાને ધ્યાનમાં રાખીને જણાવવાનો પ્રયત્ન કરશે કે એક મહિલાના જીવન પર તેનો શું પ્રભાવ પડે છે. બાલિકા વધૂ ૨ના પ્રોમોમાં એક નાનકડી ક્યુટ બાળકી કલરફુલ ડ્રેસમાં જાેવા મળી રહી છે. આ બાળકી આ સીઝનની નવી આનંદી છે. આ ક્યુટ ચાઈલ્ડ સ્ટાર શૉમાં આનંદીનો રોલ કરવાની છે.
આ ક્યુટ બાળકીને જાેઈને એક મહિલા તેને કહે છે કે , આ સુંદર દીકરી માટે એક નાનકડો રાજકુમાર શોધવો પડશે. આ મહિલા તેની માતા હોઈ શકે છે અને તે આનંદી માટે પતિ શોધવાની વાત કરી રહી છે. બાલિકા વધૂના પ્રોમોનું કેપ્શન પણ રસપ્રદ છે. તેમાં લખવામાં આવ્યું છે કે, બાળ વિવાહ એક કુપ્રથા છે અને આજે પણ સમાજમાં જીવિત છે. તેને દૂર કરવા માટે એક નવી આનંદીએ જન્મ લીધો છે,
એક નવી બાલિકા વધૂએ. બાલિકા વધૂ સીઝન ૨ જલ્દી આવી રહી છે. ઉલ્લેખનીય છે કે બાલિકા વધૂ ૨માં શ્રેયા પટેલ, વંશ સયાની જેવા એક્ટર્સ મુખ્ય ભુમિકા ભજવશે. શૉનું શૂટિંગ રાજસ્થાનમાં શરુ થઈ ગયું છે. ૨૦૦૮માં પ્રસારિત બાલિકા વધૂની પહેલી સીઝનમાં બતાવવામાં આવ્યુ હતું કે આનંદીના લગ્ન નાની ઉંમરમાં થઈ જાય છે અને પછી તે પોતાના નવા ઘરમાં જીવનને અપનાવવાનો પ્રયાસ કરે છે.
અવિકા ગોર અને અવિનાશ મુખર્જીએ આનંદી અને જગ્યાનો રોલ કર્યો હતો. ત્યારપછી દિવંગત પ્રત્યૂષા બેનર્જી અને શશાંક વ્યાસે મોટા આનંદી અને જગ્યાનો રોલ કર્યો હતો. પ્રત્યુષાએ શૉ છોડ્યો પછી એક્ટ્રેસ તોરલ રાસપુત્રાએ આનંદીનો રોલ કર્યો હતો.