સીરિયાની હોસ્પિટલમાં મિસાઈલો પડતા ૧૩ના મોત
નવીદિલ્હી, સીરિયામાં ફરી એક વાર હોસ્પિટલને ટાર્ગેટ કરવામાં આવી છે. અહીંના ઉત્તરી શહેરમાં એક હોસ્પિટલમાં મિસાઈલ વડે હુમલો કરવામાં આવ્યો છે. જેમાં બે ડોક્ટર્સ સહિત કુલ ૧૩ લોકોના મોત થયા છે. આ શહેર પર તુર્કી સમર્થિતનો કબ્જાે છે. અધિકાર કાર્યકર્તા અને સહાયતા ગ્રુપે આ જાણકારી આપી છે.
હજૂ સુધી એ સ્પષ્ટ થયુ નથી કે, હુમલા પાછળ કોનો હાથ છે. તુર્કીના હતાય પ્રાંતના ગવર્નરે કહ્યુ હતું કે, શનિવારે થયેલા આ હુમલામાં ૧૩ લોકો માર્યા ગયા છે અને ૨૭ લોકો ઘાયલ થયા છે. ગવર્નર કાર્યાલયે હુમલા માટે સીરિયન કુર્દિશ સમુહને જવાબદાર ઠેરવ્યુ છે.