સીવણ ક્લાસીસના નામે ગરીબ અને વિધવા મહિલાઓ સાથે ૧.૮૦ લાખની ઠગાઈ
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: સાબરકાંઠા જીલ્લાના વડાલી તાલુકાના માલપુર ગામના દિવ્યાંગ ગિરધર પરમારને જાણે ગરીબો અને વંચિતો માટે સરકાર દ્વારા ચૂકવાતી સહાય અને મહિલાઓને પગ ભર કરવા વિવિધ યોજનાઓના નામે લૂંટ કરવાની ફાવટ આવી ગઈ હોય તેમ શ્રી પાલન સેવા સંસ્થાના નામે ટ્રસ્ટ ઉભું કરી
અગાઉ વડોદરામાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં ગરીબ લોકોને સહાય અપાવવાના નામે લાખ્ખો રૂપિયાની છેતરપીંડી કર્યા બાદ અરવલ્લી જીલ્લાના ભિલોડા નગરમાં રિષભ કોમ્પ્લેક્ષમાં સીવણ ક્લાસના નામે ઓફીસ ઉભી કરી ૧૦૦ થી વધુ ગરીબ અને વિધવા મહિલાઓને પગભર કરવાની અને સીવણ મશીન આપવાની લાલચ આપી મહિલા દીઠ ૩૦૦૦ રૂપિયાનું ઉઘરાણું કરી રફુચક્કર થઇ જતા ગરીબ મહિલાઓના માથે આભ તૂટી પડ્યું હતું
થોડા દિવસો અગાઉ ભિલોડાના નઝમાબેન મન્સુરીએ ભિલોડા પોલીસ સ્ટેશને ગિરધર પરમાર સામે ફરિયાદ નોંધાવતા ભિલોડા પોલીસે ગીરધર પરમાર બરોડા જેલમા હોવાની માહિતી પ્રાપ્ત થતા ૧ ડિસેમ્બરે ટ્રાન્સફર વોરંટથી ભિલોડા લવાયો હતો અને કોર્ટમાં રજૂકર્તા આરોપીના ત્રણ દિવસના નામદાર કોર્ટે રિમાન્ડ મંજુર કરતા પોલીસે સઘન પૂછપરછ હાથધરી છે