Western Times News

Gujarati News

સીવીલ હોસ્પીટલના રેસી. તબીબો-નર્સીગ સ્ટાફ ડેન્ગ્યુની ઝપટમાં

૧પ૦ કેસ નોધાયાઃ સીવીલ અને કેન્ટોન્મેન્ટ હાઉસીંગ વિસ્તારમાં ડેન્ગ્યુ-ચીકનગુનીયાનો આતંક યથાવત

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરમાં વાહકજન્ય રોગચાળાનો કહેર વધી રહયો છે. ડેન્ગ્યુ અને ચીકનગુનીયા જેવા અત્યંત જીવલેણ અને ઘાતક કહી શકાય તેવા રોગના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે. મ્યુનિ. અને ખાનગી હોસ્પીટલોમાં ડેન્ગ્યુના દર્દીઓનો ઘસારો જાવા મળે છે. મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની હોસ્પીટલો અને સીવીલ હોસ્પીટલોમાં દર્દીઓ માટે બેડની પણ તંગી સર્જાઈ છે.


જેના કારણે દર્દીઓને જમીન પર પથારી પર સુવડાવીને સારવાર આપવાની ફરજ પડી છે. ચોકાવનારી બાબત એ છે કે ડેન્ગ્યુના દર્દીઓને જે હોસ્પીટલોમાં સારવાર આપવામાં આવે છે તે હોસ્પીટલો ના તબીબો અને નર્સીગ સ્ટાફ પણ ડેન્ગ્યુના સકંજામાં સપડાયા છે. શહેરની સીવીલ હોસ્પીટલમાં આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સિવીલ હોસ્પીટલના તબીબો અને નર્સીગ સ્ટાફ પણ રોગચાળાનો ભોગ બન્યા છે.

સીવીલ સ્ટાફમાં ડેન્ગ્યુ તથા ચીકનગુનીયાના ૧પ૦ કરતા વધારે કેસ નોધાયા છે. જયારે કેન્ટોમેન્ટમાં પણ ડેન્ગ્યુના ર૦ કરતા વધારે કેસ કન્ફર્મ થયા છે. સ્માર્ટસીટી અમદાવદામાં ડેન્ગ્યુના દર્દીઓની સાથે સાથે તેમને સારવાર આપનાર તબીબો ડેન્ગ્યુનો ભોગ બન્યા છે. શહેરના મેઘાણીનગર-શાહીબાગ વિસ્તારમાં આવેલી સીવીલ હોસ્પીટલના રેસી.સ્ટુડન્ટસ અને નર્સીગ સ્ટાફ પણ ડેન્ગ્યુનો શિકાર બન્યા છે.

સુત્રોએ જણાવ્યા મુજબ ર૦૧૯ની શરૂઆતમાં ૩૦ જાન્યુઆરીમાં સીવીલ હોસ્પીટલ કેમ્પસમાં ડેન્ગ્યુનો પ્રથમ કેસ નોધાયો હતો. ગર્વ.ડેન્ટલ કોલેજ ની પી.જી.હોસ્પીટલમાં ડેન્ગ્યુનો કેસ કન્ફર્મ થયો હતો. જાન્યુઆરીથી ઓગષ્ટ સુધીના સમયગાળામાં ડેન્ગ્યુના કુલ ૧૦ અને મેલેરિયાના ૦ર કેસ નોધાયા હતા. સપ્ટેમ્બર મહીના દરમ્યાન સીવીલ હોસ્પીટલ કેમ્પસમાં ડેન્ગ્યુના રોગચાળાએ આતંક મચાવ્યો હતો.
તથા મચ્છરજન્ય રોગચાળાના ૭૧ કેસ નોધાયા હતા. જેમાં ચીકનગુનીયાનો ૦૧ અને ડેન્ગ્યુના ૭૦ કેસ કન્ફર્મ થયા હતા.

જયારે ઓકટોબર મહીનામાં ચીકનગુનીયાના ૦પ તથા ડેન્ગ્યુના ૬૩ કેસ નોધાયા હતા. ચાલુ વર્ષ દરમ્યાન સીવીલ હોસ્પિટલ કેમ્પસમાં ડેન્ગ્યુના ૧૪૪, ચીકનગુનીયાના ૦૬ તથા મેલેરિયાના ત્રણ કેસ મળી કુલ ૧પ૩ મચ્છરજન્ય રોગચાળાના કેસ નોધાયા છે. જેમાં ૬૭ †ી દર્દી અને ૮૬ પુરુષ દર્દી છે. સીવીલ હોસ્પીટલમાં ડેન્ગ્યુ અને ચીકનગુનીયાનો ભોગ બનનાર તમામ દર્દી હોસ્પીટલ કેમ્પસમાં જ રહે છે.

જેમાં મોટાભાગના દર્દી પી.જી. સ્ટુડન્ટસ અને નર્સીગ સ્ટાફ છે. નવેમ્બર મહીનાના પ્રથમ સપ્તાહમાં ડેન્ગ્યુના ત્રણ કેસ નોધાયા છે. જેમાં એક †ી દર્દીઅનો સમાવેશ થાય છે. નોધનીય છે કે સીવીલ હોસ્પીટલમાં ર૦૧૯ના વર્ષ દરમ્યાન ડેન્ગ્યુના ૧૭૦૦ જેટલા દર્દીઓ સારવાર માટે દાખલ થયા છે. જે પૈકી નવ દર્દીના મૃત્યુ થયા છે. જયારે હોસ્પીટલ કેમ્પસ/સ્ટાફના ૧પ૩ દર્દીઓ છે.

શહેરમાં ડેન્ગ્યુના સૌથી વધુ કેસ શાહીબાગ અને અસારવા વોર્ડમાં નોધાયા છે. સીવીલ હોસ્પીટલ તેનું ઉદાહરણ છે. તેવી જ રીતે શાહીબાગ વોર્ડમાં આવેલ કેન્ટોન્મેન્ટ હાઉસીગમાં પણ રોગચાળો વકરી રહયો છે. કેન્ટોન્મેન્ટ રેસી. વિસ્તારમાં ડેન્ગ્યુના ર૧, મેલેરિયા, તથા ચીકનગુનીયાનો એક-એક કેસ નોધાયો છે.

આ તમામ કેસ રપ જુલાઈથી ૩૧ ઓકટોબર સુધીના સમયગાળા દરમ્યાન કન્ફર્મ થયા છે. કેન્ટોન્મેન્ટ હાઉસીંગ વિસ્તારમાં એક પરીવારની બે બાળકીઓ પણ ડેન્ગ્યુના સકંજામાં આવી હતી.

મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત હોસ્પીટલોમાં પણ ડેન્ગ્યુઓના દર્દીઓથી ઉભરાઈ રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં ડેન્ગ્યુના સૌથી વધુ કેસ ર૦૧૯માં નોધાયા છે. ર૦૧પ માં ડેન્ગ્યુના ર૧૬પ કેસ અને ૦૬ દર્દીના મૃત્યુ થયા હતા. ર૦૧૬માં ર૮પર કેસ, ૧ર મૃત્યુ, ર૦૧૭માં ૧૦૭૯ કેસ અને ૦ર મૃત્યુ તેમજ ર૦૧૮માં ૩૧૩પ કેસ અને ૦૪ મૃત્યુ નોધાયા હતા.

જેની સામે ર૦૧૯ માં નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી ડેન્ગ્યુના ૩૪૬પ કેસ અને ૦૮મૃત્યુ થયેલ અસામાન્ય વધારા માટે કુદરત અને મનપાને જવાબદાર માનવામાં આવી રહયા છે. ચોમાસાની સીઝન પૂર્ણ થઈ હોવા છતાં વરસાદ બંધ થયો નથી. ભેજવાળા વાતાવરણના કારણો મચ્છરોની ઉત્પતિમાં વધારો થયો છે. જયારે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નિયમીત અને પુરતા પ્રેશરથી પાણી સપ્લાય થતા નથી.

જેના કારણે ચાલી-ઝૂંપડપટ્ટીવિસ્તારોમાં પાણીના કેન્ટનરો ખાલી થતા નથી. પાણીના અછતના પરીણામે રહીશો કન્ટેનરો ને ખાલી કરવા તૈયાર નથી જેના પરીણામે ડેન્ગ્યુના મચ્છરોનું બ્રીડીંગ વધી રહ્યું છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.