Western Times News

Gujarati News

હિંમત હોય તો હિન્દુ ધર્મના મંદિરો સિવાય અન્ય ધર્મ સ્થાનો છે તેના માટે નિવેદન કેમ નથી કરતા? પાટીલ

કોંગ્રેસના આગેવાન રામ મંદિર માટે નિવેદન કર્યું હતું તેનાથી લાગે છે કે તેમને મેન્ટલ હોસ્પિટલમાં લઇ જઇ ચેક અપ કરાવવાની જરૂર છે. – શ્રી સી.આર.પાટીલ

સી.આર.પાટીલે દિવ્યાંગ, વિધવા બહેનો , NGO-સરકારી યોજનાના લાભાર્થી સાથે સંબોધન કર્યુ

ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે કોંગ્રેસ મુકત ગુજરાત હોવું જોઇએ તે થઇને રહેશે તેનો મને વિશ્વાસ છે. – શ્રી સી.આર.પાટીલ

ગુજરાતની જનતાએ આપેલો મત એળે નહી જાય તેની કાળજી ભાજપના કાર્યકરોની છે અને ભાજપના કાર્યકરો તમારી સાથે છે. શ્રી સી.આર.પાટીલ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, તારીખ 25 મે ના રોજ પ્રદેશ અઘ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ અંતર્ગત આજે પાદરા ખાતે દિવ્યાંગ,વિધવા બહેનો ,NGO,સરકારી યોજનાના વિવિધ લાભાર્થી, સાથે સંબોધન કર્યુ તેમજ પાદરા ટાઉનહોલ ખાતે શિક્ષકો સાથે સંવાદ કર્યો.

આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે સંબોધન કરતા જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાતમાં નવસારીમાં પહેલો કાર્યક્રમ એક લાખ લોકોની ઉપસ્થિતિમાં કર્યો અને 17 હજાર લોકો પોતાનું જીવન સરળતાથી જીવી શકે તે માટે 17 હજાર સાઘનોનું વિતરણ કર્યું.

દિવ્યાંગ ભાઇ બહેનોને  સાઘનો મળે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વ્યવસ્થા કરી હતી. તેમની કેટલીક રજૂઆત કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા પ્રયત્ન કરવામાં આવશે. આખા દેશમાં વિઘવા બહેનોને પેન્શન યોજના દ્વારા મદદ  કરવામાં આવે છે જેમાં વિઘવા બહેનોના દિકરો કે દિકરી 18 વર્ષના થાય ત્યા સુધી દિવ્યાંગને પેન્શન આપવામાં આવે છે પરંતુ ગુજરાતમાં રાજય સરકાર દ્વારા આજીવન પેન્શન આપવામાં આવે છે.તમામ દિવ્યાંગ ભાઇ-બહેનોને, વિઘવા બહેનોને સહાય કરવામાં આવે છે.

કામદાર ભાઇ બહેનો માટે શ્રમજીવી કાર્ડ આપવાની યોજના બનાવામાં આવી છે જેથી તેમને સરકારની યોજનાનો લાભ મળે. આત્મનિર્ભર કે આરોગ્ય માટે મા કાર્ડ યોજનાનો લાભ અપાવવા પણ પુરતા પ્રયત્ન કરવામાં આવે છે. મા કાર્ડ મારફતે ગરીબ વ્યકિત તેમની સારવાર કરી શકે છે.

ગુજરાત જ એક માત્ર રાજય એવું છે કે જેની અંદર આદિવાસી વિસ્તારમાં  એક થી વધુ યોજનાનો લાભ એક જ વ્યકિતને મળ્યા હોય તેવા અનેક દાખલા છે. ભવિષ્યમાં પણ ભાજપના કાર્યકરો દરેક જરૂરિયાત મંદ વ્યકિતને સરકારની યોજનાના લાભો મળે તેવા પ્રયત્નો સતત કરતા રહેશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દિવ્યાંગ ભાઇ-બહેનો પોતે આત્મનિર્ભર બને તેઓ પોતાના જીવન નિર્વાહ માટે કોઇ સામે હાથ લંબાવવો ન પડે તે માટે વિવિધ યોજનાઓ પણ બહાર પાડી છે. ગુજરાતમાં વિવિઘ કામો જન હિતમાં કરવામાં આવ્યા છે તેના કારણે છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર ગુજરાતમાં સત્તામાં છે.

ગુજરાતની જનતાએ આપેલો મત એળે નહી જાય તેની કાળજી ભાજપના કાર્યકરની છે અને ભાજપના કાર્યકર તમારી સાથે છે તેનો વિશ્વાસ અપાવ્યો.પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે કોંગ્રેસના નેતા પર આક્ષેપ કરતા જણાવ્યું કે, ગઇકાલે કોંગ્રેસ ગુજરાતના આગેવાને રામ મંદિર માટે નિવેદન કર્યું હતું તેનાથી લાગે છે કે તેમને મેન્ટલ હોસ્પિટલમાં લઇ જઇ ચેક અપ કરાવવાની જરૂર છે.

તેમના નિવેદનથી હિન્દુ ધર્મના ભાઇ-બહેનોની લાગણીઓ સાથે રમત રમવાનું બંધ કરે તેમને હું અંહીથી  ચેતવણી આપું છું કે આવો જો પ્રયત્ન વાંરવાર કરશો તો આ હિન્દુ ધર્મના ભાઇ-બહેનો તેમને પાઠ ભણાવશે.

તેમનામાં જો હિમંત હોય તો હિન્દુ ધર્મના મંદિરો સિવાય અન્ય ધર્મ સ્થાનો છે તેના માટે નિવેદન કેમ નથી કરતા ? તે સવાલ કર્યો . અન્ય ધર્મના સ્થાનોમાં પણ કુતરાઓ ફરતા હોય છે ત્યા તેઓ નૈસર્ગિક પ્રક્રિયા કરતા હોય છે તે અંગે નિવેદન કરે છે આ નિવેદન આપે તો તે મર્દ છે. હિન્દુ ધર્મના ભાઇ-બહેનો સહિષ્ણુ છે

તેઓ ઝડપથી નિવેદન આપતા નથી પરંતુ જયારે આપે ત્યારે ઉખાડીને ફેકી દે છે તે સમજી લે. આગામી સમયમાં ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે ત્યારે કેટલાક સમાજને ચોક્કસ રીતે હર્ટ કરી કેટલાક લોકોને ખુશ કરવાનો પ્રય્તન કરી ગુજરાતમાં સત્તા હાંસલ કરવાના પ્રયત્ન ન કરે તેમની હાર નક્કી છે. ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે કોંગ્રેસ મુકત ગુજરાત હોવું જોઇએ તે થઇને રહેશે તેનો મને વિશ્વાસ છે.

આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, શ્રીમતી ગીતાબેન રાઠવા, જિલ્લા પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ, વડોદરા જીલ્લાના પ્રભારીશ્રીઓ  શ્રી પરાક્રમસિંહ જાડેજા, શ્રી જહાન્વીબેન વ્યાસ,પ્રદેશ સહપ્રવક્તા શ્રી ભરતભાઇ ડાંગર,માજી ધારાસભ્ય શ્રી દિનુમામા,ચેરમેનશ્રી રામસિંગ રાઠવા સહિત પદાધિકારીઓ તેમજ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.