સી.ડી.ગાંધી સ્કૂલમાં બાળકો દ્વારા કરાયેલુ સ્વેટર વિતરણ નું આયોજન
કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી સી.ડી.ગાંધી સ્કૂલમાં ઉમ્મીદ પ્રોજેક્ટ અંતર્ગત જરૂરિયાતમંદ બાળકોને શિયાળુ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રોજેક્ટમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં વિવિધ ધોરણ માંથી એકત્રિત કરેલ ગરમ કપડા જેવાકે સ્વેટર સાલ પેન્ટ શર્ટ બ્લેનકેટ ધાબળા ચોરસા જેવી ચીજ વસ્તુઓનું કપડવંજના વિવિધ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું કપડાનું વિતરણ કરાતા જરૂરિયાતમંદ બાળકોમાં ખુશી છવાઈ ગઈ હતી આ પ્રોજેક્ટ સી.ડી.ગાંધી સ્કૂલ દ્વારા સતત ચાર વર્ષથી કરવામાં આવી રહી છે ઉમ્મીદ પ્રોજેક્ટ નો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓમાં સમાજના જરૂરિયાતમંદ લોકો પ્રત્યે નિ સ્વાર્થભાવ કેળવાય અને તેમની સેવા માટે પ્રેરણા તેમની પ્રત્તે જાગૃત થાય પ્રકારના પ્રોજેક્ટ ના પગલે વિદ્યાર્થીઓમાં બાળપણથી જ સામાજિક સેવાની ભાવના પેદા થાય છે શાળાના આચાર્ય મનોજભાઈ તથા તમામ સ્ટાફે બાળકોને અને તેમના વાલીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો