Western Times News

Gujarati News

સી પ્લેનની અંદરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો દેખાયો

અમદાવાદ, અમદાવાદમાં દેશનું પ્રથમ સી પ્લેને રિવરફ્રન્ટ ખાતે ટ્રાયલ પૂર્ણ કરી હતી. ૫ ક્રુ મેમ્બર સાથે કેવડિયાથી અમદવાદ રિવરફ્રન્ટ આવી ખાતે પહોંચ્યું હતું. સી પ્લેનને લઈને અમદાવાદવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. અમદાવાદના રિવરફ્રન્ટ પરથી સી પ્લેન ઉડાડવાની ટ્રાયલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમવાર ૨૦૧૭માં કરી હતી. તેના બાદ ભારતને પહેલીવાર સી પ્લેન મળશે. આ સપનાને પૂર્ણ કરવામાં ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો હતો.

૩૧ ઓક્ટોબરના રોજ આ સી પ્લેન દેશને પ્રધાનમંત્રી સમર્પિત કરશે. સીપ્લેન અમદાવાદ ખાતે આવ્યું ત્યારે તેના સ્વાગત માટે એવિએશનના અધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ અને પોલિસના અધિકારીઓ હાજર રહ્યા હતા. પાઇલોટનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પાઇલોટ ૬ મહિના સુધી અમદાવાદમાં રહીને દેશના પાઇલોટને ટ્રેનિંગ આપશે. સીપ્લેનની હાલ તમામ જવાબદારી ફાયર વિભાગને સોંપવામાં આવી છે. અમદવાદથી કેવડિયા સુધી દરરોજ ઉડનાર આ સીપ્લેન પ્રથમ દિવસથી ટ્રાયલ બાદ અમદાવાદમાં જ રોકાશે. બે દિવસ સુધી આ સીપ્લેન અમદાવાદથી કેવડિયા સુધી ટ્રાયલ કરશે. તો ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હેલિકોપ્ટર દ્વારા પણ સી પ્લેનનું આકાશી નિરીક્ષણ કરાયું હતું.

સી પ્લેન ટ્રાયલને હાલ લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નદીની અંદર ફાયરબ્રિગેડના અધિકારીઓ તૈનાત રહેશે. સી પ્લેનની પ્રથમ રૂટ પર ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. પોલીસ અધિકારોઓ અને કોર્પોરેશન તેમજ એવિયેશનની ટીમ અહી ખડેપગે ઉભી રહેશે. સાબરમતીના બંને બ્રિજ પર પણ પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. લોકોના ટોળા અને ટ્રાફિક ના થાય તે માટે પોલીસ ગોઠવી દેવાઈ છે. તો ગઈકાલે રાત્રે અમદાવાદના પોલીસ કમિશનરે સી પ્લેનની મુલાકાત કરી હતી. તેઓએ પ્લેનની સુરક્ષાની જાતે ચકાસણી કરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.