સી-પ્લેન શરૂ થતાની સાથે અનેક મુશ્કેલી સામે આવી
અમદાવાદ: દેશની પહેલી સી-પ્લેન સુવિધા શરુ થતાની સાથે જ મુશ્કેલીઓનો સામનો કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સી-પ્લેનનું ઉદ્ઘાટન ૩૧મી ઓક્ટોબરે થયું હતું. આ સેવા રવિવારથી (૧ નવેમ્બર) મુસાફરો માટે શરુ કરવામાં આવી હતી. જો કે, રવિવારે સવારે અમદાવાદથી કેવડિયા સુધીની પહેલી ટ્રિપમાં વિમાનમાં માત્ર ૬ મુસાફરો જોવા મળ્યા હતા. જ્યારે તેની ક્ષમતા ૧૫ મુસાફરોની છે. આ સિવાય જેમણે મુસાફરી કરી તેમને પણ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
શહેરના રહેવાસી યશ સોલંકીની વાત કરીએ તો, સોમવારે વહેલી સવારે જ્યારે તેઓ પોતાના ફ્રેન્ડ સાથે સાબરમતી રિવરફ્રંટથી સી-પ્લેનમાં બેઠા ત્યારે એકદમ ઉત્સાહિત હતા. કેવડિયા પહોંચતાની સાથે જ તેમનો ઉત્સાહ તે વાત જાણીને ભાંગી પડ્યો હતો કે, દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ હોવાથી અમારી પાસે કરવા માટે કંઈ હતું નહીં. હું કેવડિયાથી બપોરે ૧૨.૩૦ કલાકે ફ્લાઈટ દ્વારા પરત ફરવાનો હતો, પરંતુ તે બપોરે ૩.૧૫ કલાક સુધી મોડી પડી’,
તેમ સોલંકીએ કહ્યું. જેઓ સોમવારે ૪.૧૫ કલાકે સાબરમતી રિવરફ્રંટ પર પહોંચ્યા હતા. એરલાઈનના પ્રવક્તાએ જણાવ્યું કે, તે દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ હોવાથી કેવડિયાથી ફ્લાઈટ મોડી પડી હતી. મુસાફરો થોડો સમય ત્યાં પસાર કર્યા પછી પરત ફરવા ઈચ્છતા હતા.
આગામી દિવસોમાં ટ્રાફિક વધવાનો હોવાથી અમે ૩ નવેમ્બરથી બે ફ્લાઈટ શરુ કરવાના છીએ. ૩ નવેમ્બરથી અમારી પાસે ફુલ ફ્લાઈટ્સ હશે અને અમે બે રાઉન્ડ ટ્રિપ્સ ચલાવી રહ્યા છીએ’. સ્પાઈસજેટ દ્વારા જાહેર કરવામાં આવેલા બેના બદલે રવિવારે અને સોમવારે માત્ર એક જ રાઉન્ડ ટ્રિપ કરવામાં આવી હતી.
એરલાઈનના પ્રવક્તાએ કહ્યું કે, ‘સી-પ્લેન ફ્લાઈટ ઓપરેશન નોન-શિડ્યૂઅલ ફ્લાઈટ ઓપરેશન્સ છે અને તે મુસાફરોની માગ અને બુકિંગ પર સંપૂર્ણ રીતે ર્નિભર છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારે બંધ હોવાથી સ્પાઈસશટલે માત્ર એક રિટર્ન ફ્લાઈટ ચલાવી હતી. આ બુકિંગ માટે ભારે ધસારો હોવા છતાં છે. એરલાઈને પુષ્ટિ કરી હતી કે, તેમની વેબસાઈટ રિક્વેસ્ટ સ્વીકારી રહી છે અને તેમણે હાલ આવી ૩ હજાર બુકિંગ રિક્વેસ્ટ સ્વીકારી હતી. આ બુકિંગ રિક્વેસ્ટ વિવિધ તારીખો અને દિવસો માટેની છે.