સી-પ્લેન સેવા બંધ, પ્લેન માલદીવ પાછું મોકલાયું
અમદાવાદ, થોડાક દિવસો પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી કેવડિયા માટે સાબરમતી રિવરફ્રન્ટમાં જે સી પ્લેન સેવાની શરૂઆત કરી હતી જેને હજી એક મહિનો પણ પૂરો થયો નથી અને ઓછા સમયની અંદર અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે. સી પ્લેનમાં મેન્ટેનન્સ સંબંધિત સમસ્યાઓના કારણે આ સેવાને હાલ અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે. ૧૯ સીટર આ પ્લેનને આજે માલદીવ પરત મોકલવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર સી-પ્લેન સેવા અનિશ્ચિત મુદત સુધી બંધ રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ૩૧ ઓક્ટોબરે પીએમ મોદી દ્વારા તેનું લોકાર્પણ કરાયું હતું. પરંતુ હવે પ્લેન આજે સર્વિસ માટે માલદીવ જશે. કંપનીએ સી-પ્લેનનું બુકિંગ બંધ કર્યું છે. જેમા ફ્લાઇટ ઉપલબ્ધ ન હોવાની માહિતી આપવામાં આવી રહી છે. સી પ્લેનની સેવા ૧ નવેમ્બરના રોજ શરૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૫ મી જન્મજયંતિ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૩૧ ઓક્ટોબરના રોજ ભારતની પ્રથમ સી-પ્લેન સેવાનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. કેવડિયામાં આયોજિત એક કાર્યક્રમમાં પીએમ મોદીએ સ્ટેચ્યુ ઑફ યુનિટીથી સાબરમતી નદી સુધીની આ સી-પ્લેન સેવા શરૂ કરી હતી.SSS