Western Times News

Gujarati News

સુંઢા વણસોલ, રામપુરા, દાજીપુરા, ત્રાજ અને મહુધાના  કેટલાક વિસ્‍તારો કન્‍ટેનમેન્‍ટ મુક્ત જાહેર કરાયા

નડિયાદ-સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારતમાં નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯) ફેલાયેલ છે. જેને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી તથા ગુજરાત સરકારશ્રી દ્વારા વખતોવખત નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ નો ફેલાવો અટકાવવાં માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગનાં ક્માંક એનસીવી-૧૦૨૦૨૦-એસ.એફ.એસ.૧ તા. ૧૩-૦૩-૨૦૨૦ ના જાહેરનામાથી રાજ્યમાં ‘‘ધ ગુજરાત એપેડેમિક રેગ્‍યુલેશન – ૨૦૨૦‘‘ લાગુ કરવામાં આવેલ છે. ગુજરાતના કેટલાક વિસ્‍તારોમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ના કેસો તપાસણી દરમ્‍યાન બહાર આવી રહ્યા છે. તેવા કેસોને લીધે આ વાયરસ બીજા વિસ્‍તારો અને અન્‍ય  વ્‍યક્તિઓ સુધીના પ્રસરે અને તેની અસરોને નિયંત્રિત કરવા માટે તેવા વિસ્‍તારને કોવીડ-૧૯ કન્‍ટેઇન્‍ટમેન્‍ટ એરીયા તરીકે જાહેર કરવા સુચના આપવામાં આવેલ છે.

જેથી ખેડા જિલ્‍લામાં આવેલ નીચે મુજબના સંક્રમિત વિસ્‍તારોને કન્‍ટેઇન્‍ટમેન્‍ટ એરીયા તરીકે જાહેર કરવામાં આવે છે. પરંતુ છેલ્‍લા ૧૪ દિવસ દરમ્‍યાન સદર વિસ્‍તારોમાં અન્‍ય નવા કોરોના સંક્રમિત કેસો જોવા મળેલ નથી.

શ્રી આઇ.કે.પટેલ જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, ખેડા-નડીઆદ, નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એક્ટ કલમ-૩૦ તથા કલમ-૩૪ હેઠળ તથા ધી એપેડેમિક ડિસીઝ કોવીડ-૧૯ રેગ્‍યુલેશન-૨૦૨૦   તેમજ આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ, ગુજરાત સરકારના તા. ૨૫-૩-૨૦૨૦ થી મને મળેલ સત્તાની રૂએ ખેડા જિલ્‍લામાં કન્‍ટેઇન્‍ટમેન્‍ટ એરીયા તરીકે જાહેર કરેલ નીચે મુજબના વિસ્‍તારોનો  કન્‍ટેઇનમેન્‍ટ એરિયામાંથી મુક્ત જાહેર કરવામાં આવે છે.

(૧) મહેમદાવાદ તાલુકાના સુંઢા વણસોલ ગામ ખાતે બોરીયા સીમ વિસ્‍તાર

(૨) નડીઆદ તાલુકાના રામપુરા ગામના સાટોડીયા નાકું વિસ્‍તાર બાવાની કુઇ, ટેમ્‍પીવાળું ફળીયું, ઘંટીવાળું ફળીયું, બળીયુ, અલુભગત, સૂર્યનગર, સાટોડીનાકાથી રામપુરા ડેરી, સાટોડીયાનામાથી નાના રામપુરા વિસ્‍તાર.

(૩) મહેમદાવાદનો દાજીપુરા કેનાલ નજીકનો વિસ્‍તાર

(૪) માતર તાલુકાના ત્રાજનો આશીર્વાદ ફાર્મ વિસ્‍તાર

(૫) મહુધા શહેરમાં આવેલ રબારીવાડ વિસ્‍તાર  રબારીવાસ, પીઠા પાસેના ઘરો, ઉંદરીયા ભાગોળ, નવાપુરા મકાન પોળ, મામલતદાર કચેરીથી ગાયત્રી મંદિર વિસ્‍તાર, વણઝારાવાસ, રેલ્‍વે સ્‍ટેશન, ભરવાડ વાસ, ઘરી પાસેના ઘરો વિસ્‍તાર

(૬) મહેમદાવાદ શહેરના આશીયાના પાર્ક (વ્‍હોરા સોસાયટી) વિસ્‍તાર

સદર વિસ્‍તારોમાં સરકારશ્રીની સુચનાઓ તથા અત્રેના જાહેરનામાની વિગતે મુક્તિ આપેલ પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકાશે. તેમજ જાહેરજનતા અવરજવર કરી શકશે. સદર વિસ્‍તારોમાં સરકારશ્રીની કોવિડ-૧૯ અંગેની માર્ગદર્શિકા અને સૂચનાઓનું ચૂસ્‍તપણે પાલન કરવાનું રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.