સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ બેંક ખાતા ખોલવા માટે વર્કશોપ યોજાયો
ભારત સરકાર દ્વારા દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અનુસાર ૧૦ વર્ષથી નીચેની ઉમરની દીકરીનું ખાતું ખોલવામાં આવે છે. દર વર્ષે રૂ. ૨૫૦ થી દોઢ લાખ સુધીની રકમ ભરતાં દીકરીને ૨૧ વર્ષની ઉમરે બેંક આકર્ષક વ્યાજ સાથે બધી રકમ પરત કરશે. જે તેના લગ્ન માટે વાપરી શકાય. માતાપિતા તો દીકરીની ૧૮ વર્ષની ઉમરે તેના ઉચ્ચ અભ્યાસ અર્થે જમા રકમમાંથી ૫૦% રકમ ઉપાડી શકે છે.
વિશ્વભારતી શાળા અને બેંક ઓફ બરોડા, નવરંગપુરા શાખાના સંયુક્ત ઉપક્રમે ૧૦ વર્ષથી નીચેની વિદ્યાર્થીનીઓના સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા ખોલવા માટે વર્કશોપ કરવામાં આવ્યો હતો. તેમાં ૨૦૦ દીકરીઓના ખાતા ખોલવામાં આવ્યા હતા. બેંક ઓફ બરોડા તરફથી ખાતા ખોલાવનાર દીકરીઓને આકર્ષક ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.