Western Times News

Gujarati News

સુકેશે જેક્લીનને ૫૨ લાખનો ઘોડો, ૯ લાખની બિલાડી આપી

મુંબઈ, કરોડો રુપિયાની ઠગીના આરોપી સુકેશ ચંદ્રશેખર, તેની પત્ની લીના મારિયા અને અન્ય છ લોકો વિરુદ્ધ ૨૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં ઈડીએ સાત હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. રિપોર્ટ્‌સ અનુસાર, ઈડીએ ચાર્જશીટમાં દાવો કર્યો છે કે સુકેશ ચંદ્રશેખરે જેક્લીન ફનાર્ન્ડિઝ પર કરોડો રુપિયા લુટાવ્યા હતા.

અધિકારીઓનો દાવો છે કે જેક્લીન ત્યારે સુકેશને ડેટ કરી રહી હતી. રિપોર્ટ્‌સ અનુસાર, સુકેશે જેક્લીનને ૫૨ લાખ રુપિયાની કિંમતનો ઘોડો અને નવ લાખ રુપિયાની પર્શિયન બિલાડી ગિફ્ટ કરી હતી. ચાર્જશીટમાં જેક્લીન ફનાર્ન્ડિઝ સિવાય અભિનેત્રી નોરા ફતેહીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સુકેશે નોરા ફતેહીને અત્યંત મોંઘી કાર ગિફ્ટ કરી હોવાનો દાવો કરવામાં આવે છે. સુકેશના મની લોન્ડ્રિંગ કેસમાં ઈડી આ પહેલા બન્ને અભિનેત્રીઓની પૂછપરછ કરી ચૂકી છે.

આ પહેલા નોરા ફતેહીએ એક સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યુ હતું કે તે કોઈ પણ પ્રકારના મની લોન્ડ્રિંગ કેસ સાથે સંકળાયેલી નથી, તે પોતે જ પીડિત છે.

ઈડી દ્વારા તેને સાક્ષી તરીકે બોલાવવામાં આવી હતી અને તે આ સમગ્ર કેસમાં અધિકારીઓને સંપૂર્ણ સહયોગ કરી રહી છે. રિપોર્ટ્‌સમાં દાવો કરવામાં આવ્યો છે કે, નોરા ફતેહી સુકેશ ચંદ્રશેખરની પત્ની લીના મારિયાના આમંત્રણ પર એક ઈવેન્ટમાં ગઈ હતી. ત્યારપછી આ ઈવેન્ટમાં તેને એક મોંઘી કાર ગિફ્ટ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસ દ્વારા ઓગસ્ટ મહિનામાં સુકેશ ચંદ્રશેખર સહિત અન્ય લોકો વિરુદ્ધ ૨૦૦ કરોડની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. આ કેસ સિવાય પણ સુકેશ વિરુદ્ધ દેશભરમાં અનેક કેસ દાખલ કરવામાં આવ્યા છે.

પૂછપરછ દરમિયાન સુકેશે જણાવ્યું કે તેણે તિહાર જેલ પ્રશાસનને કરોડો રુપિયાની લાંચ આપીને જેલમાંથી પોતાનું રેકેટ ચલાવ્યુ હતું. ત્યારપછી પાંચ જેલ અધિકારીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.