સુખબીર બાદલે એસએડી બીએસપીના ચૂંટણી ઢંઢેરામાં અનેક વચન આપ્યા
ચંડીગઢ, શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર બાદલે આજે શિરોમણી અકાલી દળ અને બીએસપીનો સંયુક્ત ચૂંટણી ઢંઢેરો પ્રસિદ્ધ કર્યો છે.જેમાં આગામી પાંચ વર્ષ માટેના પક્ષના દર્શનનો ચીતાર આપવામાં આવ્યો છે.જે પ્રમાણે વૃદ્ધાવસ્થા પેન્શન વધારી રૂ.૩૧૦૦ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત શગુન યોજના નીચે રૂ.૭૫,૦૦૦ આપવા તથા વાર્ષિક ૧ લાખ સુધીની આવકવાળા માટે ૫ લાખ નિવાસસ્થાનો રચવા માટે પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે તેમજ ભાઈકનેરિયા યોજના ફરીથી અમલી કરાઈ રૂ.૧૦ લાખ સુધીનો વીમો આપવાનું ચૂંટણી ઢંઢેરામાં જનતાને વચન આપવામાં આવ્યું છે.
આ સિવાય જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે મેગા-સ્કૂલ્સમાં જવા માગતા હોય તેમને યુનિવર્સિટીઝમાં જવા માટે રૂ.૧૦ લાખ સુધીનું સ્પેશ્યલ સ્ટુડન્ટ કાર્ડ આપવા પણ આ સંયુક્ત ચુનાવ ઘોષણાપત્રમાં જનતાને વચન આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત સરકારી તથા ખાનગી શાળાઓમાં ૩૩% અનામતની જાેગવાઈ કરવામાં આવશે.આ સિવાય દોઆબમાં કાશીરામ સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી સહિત રાજ્યમાં કુલ ૬ નવી યુનિવર્સિટીઓ સ્થાપવા ઢંઢેરામાં વચન અપાયું છે.
આ ઉપરાંત ૪ નવી ફલાઇંગ એકેડેમી તથા નવા ચંડીગઢમાં ફિલ્મસીટી બનાવવામાં આવશે.સોલર એનર્જી માટે સ્પેશ્યલ સબસીડીનું વચન આપવા ઉપરાંત શિરોમણી અકાલી દળ અને બીએસપીએ દરેક વર્ગના ગરીબો માટે ૪૦૦ યુનિટ સુધી નિઃશુલ્ક વીજળી આપવાનું વચન આપ્યું છે. આગામી પાંચ વર્ષમાં ૧ લાખ સરકારી નોકરીઓ ઉભી કરવા વચન અપાયું છે.આ ઉપરાંત અનેક વચનો આપ્યા છે.HS