સુખી સંપન્ન દંપતીના લગ્ન જીવનમાં પરસ્ત્રીના પ્રવેશથી લાગી આગ !

Files Photo
અમદાવાદ: સુખી સંપન્ન લગ્ન જીવનમાં પરસ્ત્રીનો પ્રવેશ થાય બાદ અનેક વખત ઘરકંકાસ થયો હોય અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હોય તેવા અનેક કિસ્સા સામે આવતા રહે છે. આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તાર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.
અહીં લગ્નના ત્રણ વર્ષ સુધી પતિએ તેની પત્ની સાથે સારી રીતે વર્તન કર્યું હતું. જાેેકે, પતિને અન્ય એક યુવતી સાથે પ્રેમ થઈ જતાં તેણે નાની નાની વાતોમાં પત્ની સાથે ઝધડા કરવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, જ્યારે મહિલા તેના પતિને અન્ય યુવતી સાથે સંબંધ કાપી નાખવાનું કહેતી હતી ત્યારે ત્યારે તે ‘ઘરમાં તારું રાજ નહીં ચાલે. ઘરમાં રહેવું હોય તો ચૂપચાપ રહેવાનુ’ એવું કહેતો હતો.
આજથી દોઢેક મહિના પહેલા પત્નીએ પતિ પાસે પૈસાની માંગણી કરતા જ તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેને ઘરની બહાર કાઢી મૂકી હતી. ત્યારબાદ મહિલા તેના પિતાને ત્યાં રહેવા માટે આવી ગઈ હતી. જે બાદમાં વહેલી સવારે મહિલાનો પતિ તેના ઘરે આવ્યો હતો અને તેની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. ફરિયાદી મહિલાનો ભાઈ વચ્ચે પાડતા આરોપીએ તેના પેટના ભાગે ડિસમિસ મારી દીધું હતું. જે બાદમાં તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હાૅસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.