Western Times News

Gujarati News

સુગંધા અને સંકેત લગ્નની પહેલી એનિવર્સરી ઉજવવા કાશ્મીર પહોંચ્યા

મુંબઈ, The Kapil Sharma Show ફેમ સુગંધા મિશ્રા અને પતિ ડૉ. સંકેત ભોંસલેના લગ્નનું એક વર્ષ પૂરું થયું છે. સુગંધા અને સંકેતે ૨૬ એપ્રિલ ૨૦૨૧ના રોજ લગ્ન કર્યા હતા. પહેલી વેડિંગ એનિવર્સરીની ઉજવણી કરવા માટે સંકેત અને સુગંધા ધરતી પરના સ્વર્ગ કાશ્મીર પહોંચ્યા છે.

સુગંધા અને સંકેતે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોતાના વેકેશનની કેટલીક સુંદર તસવીરો અને વિડીયો શેર કર્યા છે. સુગંધા અને સંકેતે જાેઈન્ટ પોસ્ટ મૂકી છે. જેમાં તેઓ બરફમાં મસ્તી કરતાં અને રોમેન્ટિક પોઝ આપતાં જાેવા મળી રહ્યા છે.

ફોટોઝમાં સુગંધાએ લાંબી બાંયના બ્લેક રંગના કપડાં અને બ્રાઉન રંગનો ચેક્સવાળો સ્ટોલ ઓઢ્યો છે. જ્યારે અમુક તસવીરોમાં સંકેત ઠંડીની મજા લેતો જાેવા મળે છે કારણકે બરફની વચ્ચોવચ હોવા છતાં તેણે માત્ર ટી-શર્ટ પહેર્યું છે. બીજી એક તસવરીમાં કપલની પાછળ કાશ્મીરની સુંદર વાદીઓ દેખાઈ રહી છે અને તેઓ ઘોડા પર બેઠા છે.

આ ફોટોઝ શેર કરતાં તેમણે લખ્યું, “સંગાથનું એક વર્ષ. આપણને પહેલી એનિવર્સરીની શુભેચ્છા. આપણા એડવેન્ચર, આપણને અને આપણા બાકીના જીવનને ચીયર્સ. તમારા સૌનો શુભેચ્છાઓ માટે આભાર. કપલે બીજાે એક વિડીયો શેર કર્યો છે જેમાં તેઓ એકબીજાના ગાલ પર કિસ કરતાં જાેવા મળે છે.

વિડીયો શેર કરતાં લખ્યું, “તારી સાથેની જર્ની સુંદર રહી છે. આપણે સહકર્મી તરીકે મળ્યા હતા પછી મિત્રો બન્યા ત્યારબાદ બેસ્ટફ્રેન્ડ બન્યા અને આખરે જીવનસાથી બની ગયા. હેપી ફર્સ્‌ટ એનિવર્સરી માય લવ. માય સોલમેટ. તને પામીને હું પોતાને નસીબદાર માનું છું.

સુંગધા અને સંકેત ફની વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરતાં રહે છે. ત્યારે કાશ્મીરના એક માર્કેટમાં ખરીદી કરતો વિડીયો કપલે શેર કર્યો છે. જેમાં સંકેત પત્નીની વાતોમાં ધ્યાન નથી આપતો અને ડાફોળિયા મારે છે. વિડીયો શેર કરતાં સુગંધાએ લખ્યું, “તારું ધ્યાન ક્યાં છે? જણાવી દઈએ કે, સુગંધા અને સંકેત ૨૦૨૦માં લગ્ન કરવાના હતા પરંતુ મહામારીના કારણે મુલતવી રાખ્યા હતા.

જાેકે, બંનેએ વધુ મોડું ના કરતાં ૨૦૨૧માં સ્થિતિ થોડી સુધરતાં સાત ફેરા લઈ લીધા હતા. તેમણે માત્ર નજીકના પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.