સુગંધા લગ્ન માટે ડિસેમ્બરથી તૈયારીઓ કરી રહી છે
મુંબઈ: ધ કપિલ શર્મા શો ફેમ એક્ટ્રેસ-સિંગર અને કોમેડિયન સુગંધા મિશ્રા પોતાના જીવનનો નવો તબક્કો શરૂ કરવા માટે તૈયાર છે. ૨૬ એપ્રિલે સુગંધા કોમેડિયન સંકેત ભોંસલે સાથે લુધિયાણામાં લગ્ન કરવા જઈ રહી છે. સુગંધાએ ટીવી સાથે લગ્નની તૈયારીઓ અને તેના લહેંગા વિશે વાત કરી છે. સુગંધાના જણાવ્યા અનુસાર તે અને સંકેત લગ્નના લગભગ દરેક પ્રસંગમાં કલર કો-ઓર્ડિનેટેડ કપડાં પહેરશે.
પોતાના વેડિંગ લહેંગા વિશે વાત કરતા સુગંધાએ જણાવ્યું કે, તે હંમેશાથી પોતાના લગ્નમાં લાલ રંગનો લહેંગો પહેરવા માગતી હતી પરંતુ લાલ આઉટ ઓફ ફેશન થઈ ગયો છે અને લોકો પેસ્ટલ શેડ પસંદ કરી રહ્યા છે. માટે સુગંધાએ લગ્ન માટે ઓફ-વ્હાઈટ રંગનો લહેંગો પસંદ કર્યો છે. મારી એક ફ્રેન્ડ ડિઝાઈનર છે અને તે મને આઉટફિટની વ્યવસ્થામાં મદદ કરી રહી છે.
અમે ડિઝાઈનરો પાસેથી ઓનલાઈન જ ડિઝાઈન મંગાવતા હતા અને ટ્રાયલ કરતા હતા. જાે પસંદ ના આવે તો પાછા આપી દેતા હતા. આ પ્રક્રિયા ચાલતી રહી અને આખરે મારો લહેંગો તૈયાર થઈ ગયો પરંતુ હજી બ્લાઉઝ બાકી છે. હું લાલ લહેંગો પહેરવા માગતી હતી
પરંતુ આજકાલ પેસ્ટલ કલર ટ્રેન્ડમાં છે અને કોઈ લાલ પહેરતું નથી. નસીબજાેગે મને ઓફ-વ્હાઈટ રંગમાં એવો લહેંગો મળી ગયો જેમાં એ બધી જ ડિઝાઈન અને વસ્તુઓ છે જે મને જાેઈતી હતી. હું ઓફ-વ્હાઈટ રંગનો લહેંગો પહેરી રહી છું. લહેંગામાં મંદિર, મોર અને બીજી બધી જ ડિઝાઈન છે જેના સપનાં મેં સેવ્યા હતા, તેમ સુગંધાએ કહ્યું. કોરોનાના કારણે સુગંધાએ પોતાના લગ્નની તમામ શોપિંગ ઓનલાઈન કરી છે. સંકેતના અને પોતાના આઉટફિટ વર્ચ્યુઅલી કો-ઓર્ડિનેટ કરી રહી છે.
તેણે ઉમેર્યું, મેં મારી મોટાભાગની શોપિંગ ઓનલાઈન કરી છે અને તમે નહીં માનો કે મેં ડિસેમ્બર મહિનાથી લગ્નના કપડાંની તૈયારી શરૂ કરી હતી. હું મારા વેડિંગ આઉટફિટને લઈને ખૂબ ચોક્કસ છું. મારું લગ્ન ભલે ૨૦ લોકોની હાજરીમાં થાય એનાથી મને ફરક નથી પડતો પરંતુ હું હંમેશાથી ૧૦ કિલોનો લહેંગો લગ્નમાં પહેરવા માગતી હતી. કાનપુર કે ખુરાનાઝ અને ગેંગ્સ ઓફ ફિલ્મીસ્તાન’ની એક્ટ્રેસ સુગંધાએ કહ્યું કે, સંકેત અને તે મોટાભાગના ફંક્શનમાં મેચિંગ કપડાં પહેરશે. સંકેતના વેડિંગ આઉટફિટનું ધ્યાન સુગંધા પોતે રાખી રહી છે. “સંકેત અને મારા કપડાં કલર કો-ઓર્ડિનેટેડ હશે. હું વ્યક્તિગત રીતે તેના કપડાંની પસંદગી કરી રહી છું.