સુજોયની ફિલ્મમાં સોનમ કપૂર
મુંબઇ, અનિલ કપૂરની દિકરી સોનમ લગ્ન કર્યા પછી સોનમ કપૂર આહુજા બની ગઇ છે. બોલીવૂડમાં ૨૦૦૭માં સંજય લીલા ભણશાલીની ફિલ્મ સાવરીયા થકી અભિનય કારકિર્દી શરૂ કરી એ પહેલા તેણે ૨૦૦૫માં બ્લેક ફિલ્મમાં આસી. ડિરેકટર તરીકે કામ કર્યુ હતું. તેણે અત્યાર સુધીમાં ૨૧ જેટલી ફિલ્મોમાં કામ કર્યુ છે.
જેમાં ઘણીખરી સુપરહિટ નિવડી છે અને તેણે પોતાની અભિનય ક્ષમતા પણ આ ફિલ્મોમાં દેખાડી છે. હવે તે આગામી ફિલ્મમાં એક અંધ યુવતિના રોલમાં જોવા મળવાની છે. આ ફિલ્મ ૨૦૧૧માં આવેલી સાઉથ કોરિયાની ક્રાઇમ થ્રિલર બ્લાઇન્ડની હિન્દી રીમેક છે. કહાનીના ડિરેકટર સુજોય ઘોષ આ ફિલ્મ બનાવી રહ્યા છે. તેના કહેવા મુજબ આ ફિલ્મની કહાની સંપુર્ણ પણે હિરોઇનના પાત્ર પર આધારીત છે. સુજોયનું માનવું છે કે આ રોલ માટે મને સોનમ જ યોગ્ય લાગી છે. આ ફિલ્મનું નિર્દેશન સુજોયનો મિત્ર સોમ મખીજા કરશે. આ ફિલ્મ સંપુર્ણપણે હિરોઇન કેન્દ્રીત છે.