સુઝુકી મોટર્સ-ગુજરાત સરકાર વચ્ચે ૧૦ હજાર કરોડના MoU
ગાંધીનગર ઃ જાપાનના પ્રધાનમંત્રી ભારતની મુલાકાતે આવ્યા છે. દિલ્હીમાં ભારત-જાપાન સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જાપાનના પીએમ સાથે તેમના દેશનું પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. આ દરમિયાન ભારત-જાપાન વચ્ચે વિવિધ એમઓયુ થયા છે.
તો જાપાનની સુઝુકી મોટર્સ અને ગુજરાત સરકાર વચ્ચે ૧૦ હજાર કરોડના એમઓયુ સહી કરવામાં આવ્યું છે. સુઝુકી મોટર્સ ગુજરાતમાં નવો પ્લાન્ટ સ્થાપશે તે માટે આ એમઓયુ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર અને સુઝુકી મોટર્સ વચ્ચે આ એમઓયુ થયા છે. ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સરકાર વતી આ એમઓયુ કર્યાં છે.
આ હેઠળ ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનો અને બેટરીના ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપવામાં આવશે. વિરમગાર માંડલ પાસે આવેલી જાપાન ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ પાસે નવો પ્લાન્ટ સ્થાપવામાં આવે તેવી શક્યતા છે. સુઝુકી મોટર્સના આ નવા પ્લાન્ટમાં ૨૦૨૬ સુધીમાં ઇલેક્ટ્રિક વાહનોની બેટરીનું ઉત્પાદન કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.