સુઝેન ખાનના ઘરે નવા મહેમાનનું આગમન થયું
મુંબઈ: બોલિવૂડ એક્ટર રિતિક રોશનની એક્સ-વાઈફ સુઝેન ખાનના ઘરમાં નવા મહેમાનનું આગમન થયું છે. આ નવું મહેમાન એક નાનકડું ગલુડિયું (પપી) છે કે જેનું નામ પર્પલ ખાન રાખ્યું છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી સુઝેન ખાને તેના આ પપી સાથેનો ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ફોટોગ્રાફમાં સુઝેન ખાનની પાછળ તેનો દીકરો રિદાન પણ જાેવા મળી રહ્યો છે.
પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પપીની સાથે સુઝેન ખાન એ ફોટો શેર કરતા લખ્યું કે હેલો બ્યુટીફુલ પર્પલ…અમારા પરિવારમાં સ્વાગત છે. ઝાય અને માલ્ઝોની લિટલ પ્રિન્સેસ. પર્પલ ખાન. અહીં નોંધનીય છે કે ગત દિવસો દરમિયાન સુઝેન ખાન ચર્ચામાં આવી હતી
જ્યારે મુંબઈમાં એક ક્લબમાં મોડી રાત સુધી ગેરકાયદેસરરીતે ચાલનારી પાર્ટીમાં પોલીસે રેડ પાડી હતી. ત્યારે એવી વાત વહેતી થઈ હતી કે આ પાર્ટીમાં સુઝેન ખાન પણ સામેલ હતી અને પોલીસે તેની ધરપકડ કરી હતી. પરંતુ, બાદમાં સુઝેન ખાને સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે પોલીસે તેની ધરપકડ નહોતી કરી.