Western Times News

Gujarati News

સુઝૈને કથિત BF અર્સલાન માટે યોજી શાનદાર બર્થ ડે પાર્ટી

મુંબઈ, એક્ટર અર્સલાન ગોની તેની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે. હૃતિક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાન સાથેની અર્સલાન ગોનીની નિકટતા હંમેશા ચર્ચાનો વિષય રહી છે. હાલમાં જ અર્સલાન ગોનીએ પોતાનો બર્થ ડે ઉજવ્યો હતો. જેમાં સુઝૈન ખાન, એકતા કપૂર, મુસ્તાક શેખ, અલી ગોની અને જાસ્મિન ભસીન, અનુષ્કા રંજન વગેરે જેના તેના મિત્રો હાજ રહ્યા હતા.

બર્થ ડે પાર્ટીના સામે આવેલા વિડીયો અને તસવીરોમાં સુઝૈન અને અર્સલાનની નિકટતા ધ્યાન ખેંચી રહી છે. ફિલ્મ રાઈટર મુસ્તાક શેખે ઈન્સ્ટાગ્રામ પર અર્સલાન ગોનીના બર્થ ડે સેલિબ્રેશનનો વિડીયો શેર કર્યો છે. જેમાં કેક કટિંગ, શાનદાર બર્થ ડે ડિનર અને મિત્રો સાથેના ફોટો સેશનની ઝલક જાેવા મળી રહી છે.

આ બધી જ જગ્યાએ અર્સલાન અને સુઝૈન એકબીજા સાથે જ જાેવા મળી રહ્યા છે. મુસ્તાકે વિડીયો શેર કરતાં લખ્યું, “અર્સલાનનો બર્થ ડે છે ત્યારે તે યાદગાર હોવો જ જાેઈએ. સુઝીએ આ રાતને ખાસ બનાવામાં કોઈ કચાશ ના રાખી જેનું પરિણામ આવ્યું એવી પાર્ટી જે યાદગાર બની ગઈ.

આ પાર્ટી ટર્કીની જેમ જ પ્રેમ, હૂંફ, ખુશી અને ગાંડપણથી ભરેલી રહી. અદ્ભૂત હતી.” મુસ્તાકે અહીં સુઝીનો ઉલ્લેખ કર્યો છે એ પરથી લાગી રહ્યું છે કે, સુઝૈન ખાને તેના કથિત બોયફ્રેન્ડ અર્સલાન માટે બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું. સુઝૈન ખાને પણ બર્થ ડે બોય અર્સલાન સાથેની તસવીર શેર કરતાં તેના માટે સ્વીટ નોટ લખી છે.

સુઝૈને લખ્યું, “હેપી હેપી બર્થ ડે. તું જેનો હકદાર છે તેવી દુનિયાની દરેક શ્રેષ્ઠ વસ્તુ તને મળે. તારી આસપાસ હંમેશા સૌથી ચમકદાર સ્મિત અને શુદ્ધ પ્રેમ રહે. હું મળી છું તેમાંની તું સૌથી સુંદર ઊર્જા છે. અનંત સુધી ચમકદાર બન. સુઝૈનની આ પોસ્ટ પર અર્સલાને બે કોમેન્ટ કરી છે. જેમાંથી એકમાં તેને ‘લવ યુ’ કહ્યું છે.

જ્યારે બીજીમાં લખ્યું, ‘ખૂબ ખૂબ આભાર. તું અદ્ભૂત છે. અર્સલાનની ફ્રેન્ડ એકતા કપૂરે પણ બર્થ ડે પાર્ટીની વિવિધ તસવીરો દર્શાવતો વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વિડીયોમાં પણ સુઝૈન અને અર્સલાન સાથે જાેવા મળી રહ્યા છે. એકતાએ વિડીયો શેર કરતાં લખ્યું, હેપી બર્થ ડે અર્સલાન.

આ વર્ષે તારો ડંકો વાગશે. તને હંમેશા અઢળક સફળતા અને પ્રેમ મળતો રહે તેવી કામના. એક્ટર અલી ગોની અને અર્સલાન કઝિન છે ત્યારે તે પણ પાર્ટીમાં ગર્લફ્રેન્ડ જાસ્મિન ભસીન સાથે હાજર રહ્યો હતો. અલીએ પાર્ટીમાંથી અર્સલાન સાથેની તસવીર શેર કરતાં લખ્યું, ‘હેપી બર્થ ડે ભાઈ. અર્સલાન અને સુઝૈન રિલેશનશીપમાં હોવાની ચર્ચા છેલ્લા થોડા મહિનાઓથી ચાલી રહી છે. બંને અવારનવાર મિત્રો સાથે પાર્ટી કરતાં અને એરપોર્ટ સાથે આવતાં-જતાં જાેવા મળ્યા છે. જેના લીધે તેમના અફેરની હવાને વેગ મળતો રહ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.