સુધાંશુ પાંડે મોડલિંગ અને સિંગિંગ પણ કરી ચૂક્યો છે
મુંબઈ, સીરિયલ અનુપમામાં વનરાજ શાહનો રોલ કરતાં એક્ટર સુધાંશુ પાંડેએ અનેક બોલિવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ વનરાજનો રોલ કરીને જે ઓળખ મળી છે તે અગાઉના કોઈ પ્રોજેક્ટ દ્વારા નથી મળી તેમ કહીએ તો ખોટું નથી. જાેકે, એક્ટર નથી ઈચ્છતો કે વનરાજના પડછાયામાં અસલ સુધાંશુ પાંડે છે તે ખોવાઈ જાય અને માટે જ તે સતત પોતાને ફરીને ફરી શોધવાનો પ્રયાસ કરે છે.
સુધાંશુએ જવાબ આપતા કહ્યું, મેં નવું ફોટોશૂટ કરાવ્યું છે. હકીકતે હું છેલ્લા ઘણાં વર્ષોથી યોગ્ય ફોટોશૂટ કરાવા માગતો હતો. જેનું કારણકે છે કે હું મારી એક ચોક્કસ છબિમાંથી આઝાદ થવા માગતો હતો. ‘અનુપમા’માં મારું પાત્ર વનરાજ શાહ ખૂબ મજબૂત છે અને હું છેલ્લા દોઢેક વર્ષથી ભજવી રહ્યો છું.
વનરાજના પાત્રને દર્શકોનો પણ પ્રેમ મળી રહ્યો છે. મેં મારા કરિયરની શરૂઆત ફેશન મોડલથી કરી હતી અને ટોપ ડિઝાઈનર્સ સાથે કામ કર્યું છે. એટલે જ મેં અલગ પ્રકારનું ફોટોશૂટ કરાવ્યું છે જેમાં હું મોડલની જેમ પોઝ આપી શકું. મને થયું કે, લોકોને યાદ અપાવવું જાેઈએ કે, વનરાજ શાહ એક પાત્ર છે જેને તમે ટીવી પર જાેવો છો પરંતુ સુધાંશુ પાંડેને તમે આ તસવીરો થકી જાેઈ શકો છો. મેં ૪૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રિયંકા ચોપરા, ગ્રેસી સિંહ અને રવિના ટંડન જેવી હીરોઈનોના હીરો તરીકેના પાત્ર પણ ભજવ્યા છે.
સૌથી મોંઘી ફિલ્મો પૈકીની એક ‘૨.૦’માં મેં વિલનનો રોલ કર્યો હતો અને જેકી ચાન સાથે આંતરરાષ્ટ્રીય ફિલ્મ પણ કરી છે. એકંદરે મેં ખાસ્સું કામ કર્યું છે.
ટેલિવિઝનની વાત છે ત્યારે આ શો સ્વીકારતા પહેલા મેં ઘણો વિચાર કર્યો હતો. હું જે દુનિયામાં હતો ત્યાંથી સીરિયલોની દુનિયામાં આવવા ઘણી હિંમતની જરૂર પડે છે. પણ હું હંમેશાથી માનતો આવ્યો છું કે, ભગવાન હંમેશા તેમને રસ્તો બતાવે છે અને સાચી દિશા તરફ દોરી જાય છે. ‘અનુપમા’ દ્વારા જે પોપ્યુલારિટી મને મળી છે તે અવિશ્વસનીય છે.
મારા કરિયરમાં આ મોટો માઈલસ્ટોન છે અને મારી સાથે બનેલી સૌથી સારી ઘટના છે”, તેમ સુધાંશુએ ઉમેર્યું. સુધાંશુએ જણાવ્યું, જ્યારે પ્રોડ્યુસર રાજન શાહીએ મને આ શો ઓફર કર્યો ત્યારે તેનું કોઈ ટાઈટલ નક્કી નહોતું થયું. શરૂઆતમાં લવ ટ્રાએંગલ અને આ ત્રણ મુખ્ય પાત્રોની સાથે વણાયેલા પરિવારની વાર્તા હતી. મને ક્યારેય આ રોલ વિશે શંકા નહોતી કારણકે કોઈપણ શોમાં જે-તે પાત્ર સ્ટોરીને આગળ વધારવા માટે સક્ષમ હોય છે. આ સ્ટોરી ભલે અનુપમાના દ્રષ્ટિકોણથી કહેવાતી હોય પરંતુ તે બધાની છે.SSS