સુનિતા યાદવે વધુ બે પૂછપરછનો સામનો કરવો પડશે
સુરત: મંત્રી કિશોર ઉર્ફે કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ સાથે કર્ફ્યૂ ભંગ મામલે થયેલી બબાલ બાદ લાઈમલાઈટમાં આવેલી ન્ઇડ્ઢ મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ સામે શહેર પોલીસ કમિશનરે વધુ બે પૂછપરછ કરવાનો આદેશ આપ્યો છે. સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનારી સુનિતા યાદવને લોકોને રસ્તા પર ઉઠક-બેઠક કરાવવા અને ૯ જુલાઈથી ફરજ પર ગેરહાજર રહેવા માટેની સ્પષ્ટતા માંગતી નોટિસ સ્વીકાર ન કરવા બદલ વધુ પૂછપરછનો સામનો કરવો પડશે.
સુનિતા યાદવ પહેલેથી જ ૮મી જુલાઈના રોજ પ્રકાશ કાનાણી અને તેના મિત્રો સાથે કર્ફ્યૂ ભંગ મામલે થયેલી બબાલની ઈન્કવાયરીનો સામનો કરી રહી છે. બબાલની ઘટનાનો ઓડિયો અને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એટલું જ નહીં, સુનિતા યાદવની સીનિયર પોલીસ અધિકારીઓ સાથેની વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો હતો, જેણે સુનિતાને તાત્કાલિક ટિ્વટર સેન્સેશન બનાવી હતી.
સુરત શહેર પોલીસ કમિશનર ઇ.મ્. બ્રહ્મભટ્ટે જાણાવ્યું કે, ‘મેં તેની સામે બે પૂછપરછના આદેશ આપ્યા છે. એક – લોકોને રસ્તા પર ઉઠક-બેઠક માટે દબાણ કરવાના કેસમાં અને બીજુ – ફરજ પર ગેરહાજર રહેવા માટે મોકલવામાં આવેલી નોટિસને સ્વીકાર ન કરવા બદલ.’
વરાછાના માતાવાડી વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ કેટલાક લોકોને ઉઠક-બેઠક કરાવી હોવાના પણ સુનિતા પર આક્ષેપ કરવામાં આવ્યા છે. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. વરાછાના રહેવાસી રાજુ ગોધાણીએ પણ આ ઘટના બને તે પહેલા સુનિતાના વર્તન સંબંધિત પોલીસમાં અરજી કરી હતી.
ગોધાણીએ આક્ષેપ કરતા જણાવ્યું કે, ‘વિડીયો જાેયા પછી મને જાણવા મળ્યું કે આ તે જ મહિલા છે જેણે મને અને માતાવાડીમાં અન્ય લોકોને ત્રાસ આપ્યો હતો. આ ઘટના પહેલા મેં તેના વિશે પોલીસમાં ફરિયાદ કરી હતી, જેથી અધિકારીઓએ તેને અન્ય સ્થળે ખસેડી હતી. પરંતુ તેણીએ પોતાનું ઘર્ષણભર્યું વર્તન ચાલુ રાખ્યું.’
યાદવે ૯મી જુલાઈથી ફરજ પર રિપોર્ટ ન કરવા બદલ ખુલાસો માંગવા માટે પોલીસ હેડક્વાર્ટર દ્વારા મોકલવામાં આવેલી નોટિસને સ્વીકારવાની ના પાડી હતી. કાનાણી સાથે થયેલી બબાલ બાદ તે રજા પર ઉતરી હતી અને ૯ મી જુલાઈથી કામ પર ગેરહાજર છે. મહત્વનું છે કે, ૧૪મી જુલાઈએ જ્યારે પોલીસ ટીમ તેને નોટિસ આપવા ગઈ હતી ત્યારે તેણે ગુજરાતી જાણતી નથી તેવો દાવો કરીને તે સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.
સુનિતા યાદવની વિનંતીના પગલે શહેર પોલીસે તેના નિવાસ સ્થાન પર બે સશસ્ત્ર રક્ષકોને તહેનાત કર્યા છે. એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, ‘સુનિતાએ સીનિયર પોલીસ અધિકારીઓને કહ્યું હતું કે, તેના પર હુમલો થવાનો ભય છે. ત્યારબાદ અમે બે સશસ્ત્ર રક્ષકો ત્યાં તહેનાત કર્યા છે.’ જણાવી દઈએ કે, સુનિતા યાદવ અમરોલી વિસ્તારમાં રહે છે.