Western Times News

Gujarati News

સુનીલ ગ્રોવરનાં રસોડામાં ઘુસ્યો વાંદરો, દહી લઇ ગયો

મુંબઈ: ટીવીથી લઇ બોલિવૂડમાં તેની કમાલની એક્ટિંગ અને કોમેડીથી છવાઇ જનારા પ્રખ્યાત કોમેડિયન સુનીલ ગ્રોવર ફક્ત એન્ટરટેઇનમેન્ટ જગતમાં જ નહીં પણ સોશિયલ મીડિયા પર પણ ઘણો જ એક્ટિવ છે. હાલમાં જ સુનીલ ગ્રોવરે એક વીડિયો શેર કર્યો છે. જે ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. એક્ટરે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર આ વીડિયો શેર કર્યો છે

જેનાં પર ફેન્સ કમેન્ટ્‌સ કરી રહ્યાં છે. આ વીડિયોમાં એક વાંદરો સુનીલનાં રસોડામાં ઘુસી ગયો છે. વીડિયોમાં વાંદરો રસોડામાં અહીં તહીં ઝાંકટો અને પછી દહી ઉપાડીને લઇ જતો નજર આવે છે. તો સુનીલ ગ્રોવર આ વીડિયો શૂટ કરવામાં વ્યસ્ત હતો. પાછળથી અવાજ પણ આવે છે કે, વાંદરો દહી લઇને ભાગી ગયો. વીડિયો શેર કરતાં સુનીલ ગ્રોવરે કેપ્શનમાં લખ્યું છે,

‘દહી લઇને ભાગી ગયો..’ થોડા કલાક પહેલાં શેર કરવામાં આવેલાં આ વીડિયોને અત્યાર સુધીમાં ઇન્સ્ટાગ્રામ પર ચાર લાખથી વધુ લોકો જાેઇ ચુક્યા ચે. તો યૂઝર્સ આ વીડિયો પર કમેન્ટ્‌સની ભરમાર લગાવી રહ્યાં છે. ગત દિવસોમાં સુનીલ ગ્રોવર કપિલ શર્માને કારણે ચર્ચામાં હતો. વાતો હતી કે, સુનીલ ગ્રોવર ફરી કપિલ સાથે કામ કરતો જાેવા મળશે. જાેકે આ મામલે સુનીલ તરફથી કોઇ જ પ્રતિક્રિયા આવી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.