Western Times News

Gujarati News

સુનીલ ગ્રોવર કપિલ શર્માની સાથે દર્શકોને ફરી હસાવશે

મુંબઈ: કોમેડીનાં બાદશાહ કપિલ શર્મા લોકોને હસાંવવાનું ચાલુ જ છે. તે ઘણાં વર્ષોથી તેનાં શો ‘ધ કપિલ શર્મા’માં દર્શકોનું ભરપૂર મનોરંજન કરતો રહે છે. આટલાં વર્ષોથી અમે આ શોનાં ઘણાં રંગ રુપ જાેયા છે. પણ કપિલનાં અંદાજ માં કંઇ ફરક આવ્યો નથી. શો ઘણાં વિવાદોમાં પણ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sunil Grover (@whosunilgrover)

જાેકે પોતાની કાબિલિયતથી કપિલ આ શોને આગળ વધારતો રહ્યો. જ્યારે કપિલ તેનાં સાથીઓ સાથે મંચ પર આવે છે તો હાસ્યનાં ફુવારા ઉડવા લાગે ચે. કીકૂ શરદા, કૃષ્ણા અભિષેક, સુમોના ચેટર્જી અને ચંદન આ શોમાં તેને ભરપૂર સાથ આપે છે. સૌ કોઇ જાણે છે કે, એક વિવાદ બાદ સુનીલ ગ્રોવરે કપિલનાં શોમાં કામ કરવાની ના પાડી દીધી હતી. ઝઘડા બાદ સુનીલે ભલે આ શો છોડી દીધો હોય, પણ લોકો આજે પણ તેને નિભાવેલાં કિરદાર ‘ગુત્થી’ અને ‘ડોક્ટર મશહૂર ગુલાટી’ને ભૂલ્યા નથી.

ખરેખર, દર્શકો સુનીલને શોમાં પરત જાેવાં ઇચ્છે છે. શો મેક્સ પણ તેને પરત લાવવાં લાગી ગયા છે. વર્ષો બાદ સુનીલ ફરી કપિલ સાથે લોકોને હસાવતો નજર આવશે. કોઇમોઇ.કોમની ખબર મુજબ, બોલિવૂડ સ્ટાર સલમાન ખાને લાંબા સમયથી સુનીલ અને કપિલ વચ્ચેની બબાલ ઉકેલવાનો પ્રયયાસ કર્યો અને સલમાન સુનીલને ખુબ પસંદ પણ કરે છે. તેમનાં વચ્ચે સારા સંબંધ છે. તેથી શોનાં પ્રોડ્યુસર હોવાને કારણે તે ઇચ્છે છે કે, સુનીલ ફરી શોમાં આવે. મેકર્સ પણ સુનીલને પરત બોલાવવાની મહેનતમાં લાગી ગયા છે.

હવે જાેવાનું છે કે સુનીલનો શું ર્નિણય રહે છે. આપને જણાવી દિએ કે, થોડા વર્ષો પહેલાં કપિલ અને સુનીલની ફ્લાઇટમાં લડાઇ થઇ હતી. જે બાદ સુનીલે કપિલનો શો છોડી દીધો હતો. જાેકે, કપિલે બાદમાં તેની ઘણી વખત માફી માંગી હતી અને તેને મનાવવાનો પ્રયાસ કર્યો હતો પણ સુનીલ તેનાંથી નારાજ જ હતો. તે ન માન્યો.

જાેકે આ ઘટના બાદ ઘણાં એવાં અવસર પણ આવ્યાં કે તેમનાં વચ્ચે મુલાકાત થઇ. અને તેમને એકબીજાને શુભેચ્છા પણ પાઠવી. પણ સાથે કામ નહોતા કરતાં. પણ હવે જે સમાચાર મળ્યા છે તે મુજબ સલમાને બંને વચ્ચે સુલેહ કરાવી દીધી છે અને સુનીલને કપિલનાં શોમાં કામ કરવાં મનાવી પણ લીધો છે.. ત્યારે હવે જાેવાનું રહેશે કે કપિલ અને સુનીલની જાેડી ફરી એક વખત ઓનસ્ક્રીન જાેવા મળશે કે નહીં?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.