સુનીલ શેટ્ટી સુપર ડાન્સર ૪ના સેટ પર ભાવુક થયો
મુંબઈ: બોલિવૂડના અન્ના એટલે કે સુનિલ શેટ્ટીને કોઈ ઓળખની જરૂર નથી. તાજેતરમાં તે ડાન્સ રિયાલિટી શૉ સુપર ડાન્સર ૪ના સેટ પર પહોંચ્યો હતો. આ એપિસોડમાં કન્ટેસ્ટન્ટ્સએ સુનીલ શેટ્ટીના સુપરહિટ ગીતો પર ધમાકેદાર પર્ફોમન્સ આપ્યા. પરંતુ એક પર્ફોમન્સ જાેઈને સુનીલ શેટ્ટી ભાવુક થઈ ગયો અને સેટ પર રડી પડ્યો. સુનીલની સાથે સેટ પર હાજર અન્ય લોકો પણ ઈમોશનલ થઈ ગયા. શૉના એપિસોડનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે.
પ્રોમોમાં શૉની જજ શિલ્પા શેટ્ટી સાથે સુનીલ શેટ્ટીની ધમાકેદાર એન્ટ્રી થાય છે. શિલ્પા અને સુનીલે એક સાથે સુપરહિટ ફિલ્મ ધડકનમાં કામ કર્યુ હતું. શિલ્પા અને સુનીલે આ જ ફિલ્મના સુપરહિટ ગીત તુમ દિલ કી ધડકન મેં રહતી હો’ પર પરફોર્મ કરીને એન્ટ્રી કરી હતી. ત્યારપછી કન્ટેસ્ટન્ટના ધમાકેદાર પર્ફોમન્સની પણ ઝલક જાેવા મળી હતી.
સુનીલ શેટ્ટીએ જ્યારે પોતાની ફિલ્મ ‘બોર્ડર’ના ગીત ‘સદેસે આતે હૈ’ પર પર્ફોમન્સ જાેયું તો ભાવુક થઈ ગયા અને તેમની આંખમાં આંસુ આવી ગયા. જુઓ પ્રોમોનો વીડિયો- પર્ફોમન્સ જાેયા પછી સુનીલ શેટ્ટીએ ઉભા થઈને સલામી આપી. તેણે કહ્યું કે, હું જ્યારે પણ આ ગીત સાંભળુ છું રડવા લાગુ છુ. આ યુનિફોર્મ જ કંઈક કરી જાય છે. ઉલ્લેખનીય છે કે બોર્ડરમાં સુનીલ શેટ્ટીએ એક પાત્ર ભજવ્યુ હતું જે યુદ્ધમાં શહીદ થઈ જાય છે. સુપર ડાન્સર સીઝન ૪ના આ એપિસોડનું પ્રસારણ આ અઠવાડિયે વીકેન્ડ પર કરવામાં આવશે.