Western Times News

Gujarati News

સુપરમાર્કેટમાં શ્રુતિ હાસને બૉયફ્રેન્ડ શાંતનુંને કિસ કરી

મુંબઈ: જાણીતી એક્ટ્રેસ શ્રુતિ હાસન ઘણીવખત તેના બૉયફ્રેન્ડ શાંતનુ હજારિકા સાથે જાેવા મળે છે. તે સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફ્સ પણ શેર કરે છે. હાલમાં જ એક્ટ્રેસ શ્રુતિ હાસન તેની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા રામ અને શાંતનુ હજારિકા સાથે મુંબઈમાં ગ્રોસરી શોપિંગ માટે ગઈ હતી. શ્રુતિ હાસને શનિવારે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટલાંક ફોટોગ્રાફ્સ પણ શેર કર્યા છે. આ ફોટોગ્રાફ્સમાં તમે જાેઈ શકો છો કે શ્રુતિ હાસન સુપર માર્કેટમાં તેની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા રામને ભેટતી જ્યારે બોયફ્રેન્ડ શાંતનુ હજારિકાને કિસ કરતી જાેવા મળી રહી છે.

તેઓ બંને માસ્કમાં જાેવા મળી રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે શ્રુતિ હાસન અને શાંતનુ હજારિકા છેલ્લા કેટલાંક વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેઓ બંને સાથે રહે છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે શ્રુતિ હાસને એક પ્રોજેક્ટનું શૂટિંગ ફરી શરૂ કર્યું છે અને આ વિશે હજુ સુધી કોઈને જાણકારી શેર કરી નથી.

જાે શ્રુતિ હાસનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેણે ૨૦૦૯માં આવેલી ફિલ્મ ‘લક’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તેણે ‘દિલ તો બચ્ચા હે જી’, ‘રમૈયા વસ્તાવૈયા’, ‘ડી-ડે’, ‘ગબ્બર ઈઝ બેક’, ‘વેલકમ બેક’, ‘રોકી હેન્ડસમ’, ‘બહેન હોગી તેરી’, ‘દેવી’, ‘યારા’, ‘ધ પાવર’ જેવી ફિલ્મોમાં એક્ટિંગ કરી છે. ભારતીય સિનેમાના દિગ્ગજ એક્ટર કમલ હાસનની દીકરી શ્રુતિ હાસનની ઉંમર ૩૫ વર્ષ છે. તેની બહેન અક્ષરા હાસન પણ એક્ટ્રેસ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.