સુપરસ્ટાર કમલ હાસન થયા કોરોના પોઝિટિવ
ચેન્નાઇ, દક્ષિણ ભારતીય ફિલ્મ જગતના સુપરસ્ટાર કમલ હાસન હાલમાં કોરોના વાયરસથી ઝપેટમાં આવી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, અમેરિકાની ટ્રિપથી પરત ફરત ફર્યા પછી દિગ્ગજ કલાકારને સામાન્ય ખાંસીની તકલીફ થઇ હતી, જે પછી એમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ કોવિડ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. કમલ હાસન અભિનયની સાથે રાજકારણમાં પણ બહુ મોટુ નામ ધરાવે છે.
કમલ હાસને પોતાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી ટ્વીટ કરી હતી કે, અમેરિકાની ટ્રિપ પરથી આવ્યા બાદ મને થોડી ખાંસી હતી. ટેસ્ટ કરાવ્યો ત્યારે સામે આવ્યું કે, મને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. હાલમાં હું આઇસોલેશનમાં છું. હવે સમજમાં આવી રહ્યું છે કે મહામારી હજુ ખતમ નથી થઇ. હું આગ્રહ કરું છું કે, તમે લોકો પણ સુરક્ષિત રહો.
લાખોની સંખ્યામાં ચાહકો ધરાવતા અભિનેતા કમલ હાસનની ટ્વીટ પછી એમના ફેન્સે તેઓ જલ્દીથી ઠીક થાય એનવી પ્રાર્થના કરી છે. કેટલાક લોકો એ જાણવા માટે આતુર છે કે કમલ હાસન કોરોના વાયરસથી સંક્રમિત થયા છે કો બિગ બોસ કોણ હોસ્ટ કરશે.
કમલ હાસન ભારતના બહુ મોટા કલાકાર છે. તેમણે સાઉથ સિનેમાની સાથે-સાથે બોલીવુડમાં પણ પોતાનું આગવુ સ્થાન મેળવ્યું છે. આ સિવાય તેઓ ભારતના રાજકારણનો પણ મહત્વનો હિસ્સો છે. ૧૯૬૦માં પોતાની ફિલ્મી કારકિર્દી શરુ કરનારા કમલ હાસને અનેક મોટી ફિલ્મોમાં કામ કર્યું છે.
જેમાં તામિલ ફિલ્મVarumayin Niram Siva, ૧૯૮૫માં ફિલ્મ સાગર તેમજ વિશ્વરૂપમ, ચાચી ૪૨૦, હિન્દુસ્તાની અને અનેક હિટ ફિલ્મો સામેલ છે. કમલ હાસનને સિનેમા જગતમાં પોતાના યોગદાન માટે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સિવાય તેમણે ફિલ્મફેર અને નેશનલ એવોર્ડ પણ જીત્યા છે.SSS