સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ દ્રશ્યમનું ટ્રેલર રીલિઝ
મુંબઈ: ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થનારી મલયાલમ સુપરસ્ટાર મોહનલાલની આગામી ફિલ્મ દ્રશ્યમ ૨નું ટ્રેલર રીલિઝ થયું છે. આ અગાઉ ટ્રેલર ૮ ફેબ્રુઆરીએ રિલીઝ થવાનું હતું, પરંતુ તે પહેલાં તે ઓનલાઇન લિક થઈ ગયું હતું. આ પછી એમેઝોને નિયત તારીખના ૨ દિવસ પહેલા જ ઓફિશિયલ ટ્રેલર રજૂ કર્યું છે. અહેવાલ છે કે આ ટ્રેલર ભૂલથી એમેઝોનના પ્લેટફોર્મ પર રીલિઝ થયું હતું. જાે કે તે તરત જ દૂર કરવામાં આવ્યું હતું
પરંતુ તેની કોપી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ફિલ્મના ટ્રેલરમાં જ્યોર્જકુટ્ટી (મોહનલાલ) અને તેના પરિવાર દેખાડવામાં આવ્યો છે. જેમણે હવે પાછલી ફિલ્મમાં બતાવેલ મુશ્કેલીઓ દૂર કરી લીધી છે. જ્યોર્જકુટ્ટીએ હવે એક થિયેટર ખોલ્યું છે અને તે એક ફિલ્મનું નિર્માણ કરવા માંગે છે.
તેની પત્ની રાણી (મીના) ખુશ નથી કે તેનો પતિએ આખું જીવન કમાયેલી કમાણી તેના સ્વપ્ન પર ખર્ચ કરે. પત્ની તે પૈસા પુત્રીના લગ્નમાં ખર્ચ કરવા માંગે છે. ત્યારબાદ આ પરિવાર ફરી એકવાર પોલીસ તપાસમાં ફસાઈ ગયો કારણ કે લોકો કહે છે કે જે છોકરો મરી ગયો તે જ્યોર્જકુટ્ટીની પુત્રીનો મિત્ર હતો. હવે આ વખતે જ્યોર્જકટ્ટી પોતાના પરિવારને કેવી રીતે બચાવે છે તે ફિલ્મની વાર્તા છે.