સુપરિન્ટેન્ડેન્ટ અને ઇન્સ્પેક્ટર સ્તરના અધિકારીઓની લાંચ લેવા બદલ ધરપકડ
મુંબઇ, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ સેન્ટ્રલ જીએસટી કોલ્હાપુર મહારાષ્ટ્રમાં નિયુક્ત બે સુપરિન્ટેન્ડેન્ટ અને ઇન્સ્પેક્ટર સ્તરના અધિકારીઓની રૂ. ૫૦,૦૦૦ની લાંચ લેવા બદલ ધરપકડ કરી છે. ધરપકડ બાદ બંને આરોપીઓના સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. બંનેને સીબીઆઈની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
સીબીઆઈના પ્રવક્તા આરસી જાેશીના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા અધિકારીઓ સુપરિન્ટેન્ડેન્ટ મહેશ નેસારીકર અને ઈન્સ્પેક્ટર અમિત કુમાર મિશ્રા છે જેઓ મહારાષ્ટ્રના કોલ્હાપુરના જયસિંહપુર જિલ્લામાં સેન્ટ્રલ જીએસટી ઓફિસમાં તૈનાત છે.
સીબીઆઈની લાંચ રૂશ્વત વિરોધી શાખાને ફરિયાદ મળી હતી કે ફરિયાદીની કંપની આરોપીએ ૨૦૧૭-૧૮ અને ૨૦૨૦-૨૧ વચ્ચે સર્વિસ ટેક્સની જવાબદારીઓ સંબંધિત મામલાની પતાવટ કરવા માટે ફરિયાદીના ઝ્રછ દ્વારા ૭૫,૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.
એવો પણ આરોપ છે કે લાંચની રકમ ન ચૂકવવા બદલ તેમની સામે કેસ કરવા માટે કહેવામાં આવ્યું હતું. બાદમાં લાંચની રકમ ૫૦ હજાર નક્કી કરવામાં આવી હતી.
સીબીઆઈએ આ મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન મહત્વના તથ્યો મળ્યા બાદ આ બંને સરકારી અધિકારીઓ સામે વિવિધ ફોજદારી કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ પછી સીબીઆઈએ છટકું ગોઠવ્યું અને બંને અધિકારીઓને લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યા.ધરપકડ બાદ બંને અધિકારીઓના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જે દરમિયાન વાંધાજનક દસ્તાવેજાે મળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, બંને અધિકારીઓને વિશેષ સીબીઆઇ કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે, છેલ્લા ૧ મહિના દરમિયાન સીબીઆઈએ સેન્ટ્રલ જીએસટી અને જીએસટીના અડધા ડઝન અધિકારીઓની લાંચ લેતા ધરપકડ કરી છે.HS