Western Times News

Gujarati News

સુપર ડાન્સરમાં એક સાથે ૩ કન્ટેસ્ટન્ટ્‌સને બહાર કાઢ્યા

મુંબઈ, ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર ૪માં નાના-નાના કન્ટેસ્ટન્ટ્‌સ તેમના સુપર ગુરુ સાથે ધમાકેદાર ડાન્સ પર્ફોર્મન્સ આપીને દર્શકોના દિલ ખુશ કરી રહ્યા છે. માર્ચ મહિનાથી ઓન-ઓર થયેલી આ સીઝનના તમામ કન્ટેસ્ટન્ટ્‌સ એટલા ટેલેન્ટેડ છે કે ઘણીવાર તો જજ પોતે શું કોમેન્ટ કરવી તે અંગે વિચારમાં પડી જાય છે. દર અઠવાડિયે શોના મહેમાન બનતા સેલેબ્સ પણ કન્ટેસ્ટન્ટ્‌સના ફેન બની જાય છે.

સુપર ડાન્સર ચેપ્ટપર ૪ માટે દેશભરમાંથી ટોપ ૧૩ કન્ટેસ્ટન્ટ્‌લની પસંદગી કરવામાં આવી હતી. શો શરૂ થયો ત્યારથી અત્યારસુધીમાં એક પણ કન્ટેસ્ટન્ટને બહાર કરવામાં આવ્યો નહોતો. જાે કે, લેટેસ્ટ એપિસોડમાં સુપર ડાન્સરના મેકર્સે ચોંકાવનારો ર્નિણય લીધો અને એકસાથે ૩ કન્ટેસ્ટન્ટ્‌સને બહાર કરી દીધા હતા. રવિવારે ટેલિકાસ્ટ થયેલા એપિસોડમાં બોલિવુડ એક્ટર સંજય દત્ત મહેમાન બનીને આવ્યા હતા.

આ એપિસોડ ગણેશ ચતુર્થી સ્પેશિયલ હતો. આ દરમિયાન ટોપ ૧૩માંથી ૩ ડાન્સર્સ અને ગુરુની જાેડીને એલિમિનેટ કરવામાં આવી હતી. સીઝનમાંથી અમિત-અમરદીપ, અનીશ-આકાશ અને સ્પ્રિહા-સનમ જાેહરની જાેડી બહાર થઈ છે.

શોના હોસ્ટ પારિતોષ અને રિત્વિક ધન્જાનીએ બોટમ ૫ને સ્ટેજ પર બોલ્યા હતા અને તેમાંથી બે જાેડી ટોપ-૧૦માં જે તેવી જાહેરાત કરી હતી. સુપર ડાન્સરની ચોથી સીઝનને આ સાથે ટોપ-૧૦ કન્ટેસ્ટન્ટ્‌સ મળી ગયા છે. જેમાં સંચિત, ફ્લોરિના, સૌમિત, પ્રતીતિ, અર્શિયા, પૃથ્વીરાજ, નીરજા, ઈશા, પરી અને અંશિકાનો સમાવેશ થાય છે. સુપર ડાન્સર ૪ને શિલ્પા શેટ્ટી, ગીતા કપૂર અને અનુરાગ બાસુ જજ કરી રહ્યા છે.

૧૯ જુલાઈએ પતિ રાજ કુંદ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટીએ શોથી અંતર જાળવ્યું હતું. જાે કે, આશરે ત્રણ અઠવાડિયાના બ્રેક બાદ તે શોમાં પાછી ફરી હતી. ઉલ્લેખનીય છે કે, અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને એપ પર રીલિઝ કરવાના મામલે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.