સુપર ડાન્સરમાં શિલ્પા અને રવીનાએ ઠુમકા લગાવ્યા
મુંબઈ, શિલ્પા શેટ્ટી હાલ ગીતા કપૂર અને અનુરાગ બાસુ સાથે સુપર ડાન્સર ચેપ્ટર ૪ જજ કરી રહી છે. આ ડાન્સ રિયાલિટી શોમાં એક્ટ્રેસે હાલમાં જ વાપસી કરી છે. અશ્લીલ ફિલ્મો બનાવવાના કેસમાં પતિ રાજ કુંદ્રાની ધરપકડ થયા બાદથી શિલ્પા શેટ્ટી શોમાંથી ગાયબ હતી. તે ઘણા અઠવાડિયા સુધી શોમાં દેખાઈ નહીં.
જાે કે, કમબેક બાદથી તે ચર્ચામાં છે. શિલ્પા શેટ્ટી અને રવીના ટંડન એકબીજાની જૂની દુશ્મન હતી અને આ વાત સૌ કોઈ જાણે છે. જાે કે, થોડા વર્ષ પહેલા જ બંને વચ્ચેનો મતભેદ દૂર થયો હતો અને ફરીથી તેઓ સારી બહેનપણીઓ બની ગઈ છે. ‘સુપર ડાન્સર ચેપ્ટર ૪’ના અપકમિંગ એપિસોડમાં રવીના ટંડન મહેમાન બનીને આવવાની છે.
આ દરમિયાન શિલ્પા શેટ્ટી અને રવીના ટંડન એકબીજાના સોન્ગ પર ડાન્સ કરતી જાેવા મળશે. રિયાલિટી શોના અપકમિંગ એપિસોડનો પ્રોમો સામે આવ્યો છે. જેમાં સંચિત સનાના પોતાની સુપર ગુરુ વર્તિકા જા સાથે રવીના ટંડનના ઓલ ટાઈમ હિટ સોન્ગ ‘ટિપ ટિપ બરસા પાની’ પર પર્ફોર્મન્સ આપે છે. તેના પર્ફોર્મન્સથી ત્રણેય જજ તેમજ રવીના ટંડન ઈમ્પ્રેસ થઈ જાય છે.
બાદમાં શોનો હોસ્ટ રિત્વિક ધનજાની શિલ્પા શેટ્ટી અને રવીના ટંડનને પણ સ્ટેજ પર આવવાનું આમંત્રણ આપે છે. બંને એક્ટ્રેસ સૌથી પહેલા ‘શહેર કી લડકી’ અને બાદમાં ‘ચૂરા કે દિલ મેરા ગોરિયા ચલી’ પર ડાન્સ કરે છે. બાદમાં શિલ્પા શેટ્ટી કહે છે ‘સુનીલ શેટ્ટી અને અક્ષય કુમાર વગર રવીના ટંડન અને શિલ્પા શેટ્ટીએ રોક કરી દીધું’.
જણાવી દઈએ કે, અપકમિંગ એપિસોડની થીમ ‘રવીના ટંડન સ્પેશિયલ’ રહેવાની છે, જેમાં કન્ટેસ્ટન્ટ્સ તેના પોપ્યુલર અને હિટ સોન્ગ પર પર્ફોર્મન્સ આપશે. સુપર ડાન્સર ૪ના સેટ પર જતાં પહેલા શિલ્પા શેટ્ટી અને રવીના ટંડન ફોટોગ્રાફરના કેમેરામાં કેદ થઈ હતી. શિલ્પા શેટ્ટીએ ઓરેન્જ કલરનું વેસ્ટર્ન આઉટફિટ પહેર્યું હતું અને વાળમાં હળવા કર્લ્સ કર્યા હતા. જ્યારે રવીના ટંડન બ્લેક સાડી અને ખુલ્લા વાળમાં સુંદર લાગતી હતી.SSS