સુપર માર્કેટમાં ગોળીબાર, પોલીસ અધિકારી સહિત ૧૦ના મોત
કોલોરાડો: અમેરિકાના લોકોરાડોમાં થયેલ ગોળીબારમાં એક પોલીસ અધિકાર સહિત ૧૦ લોકોના મોત થયા છે પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના બોલ્ડરના એક સુપર માર્કેટમાં થયો છે. પોલીસે સંકાસ્દને હિરાસતમાં લીધો છે.હાલ તે ઇજાગ્રસ્ત છે અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે પોલીસ હજુ એ વાતની તાપસમાં લાગી છે કે આ ગોળીબારની પાછળનો હેતુ શું હતો.
બોલ્ડર પોલીસ વિભાગના કમાંડર કેરી યામાગુચીએ જણાવ્યું હતું કે અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ કાર્યવાહી શરૂ કરી છે. તેમને એ વાતની માહિતી નથી કે હાલ ગોળીબારમાં કેટલા લોકો માર્યા ગયા છે બોલ્ડર કાઉટીના જીલ્લા એટોર્ માઇકલ ડોગર્ટીએ કહ્યું કે મૃતકોની સંખ્યા બાદમાં જાહેર કરવામાં આવસે
બોલ્ડર પોલીસે વિભાગે ટ્વીટ કર્યું કે અમારી પાસે અનેક પીડીત છે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે પીડિતોમાંથી એક બોલ્ડર પોલીસ અધિકારી છે. મીડિયાને પરિવરોની ગોપનીયતાનું સમ્માન કરવા જણાવાયુ છે તપાસ ચાલી રહી છે પરિવારોને જાણ કરવા સુધી પીડિતોની બાબતમાં કોઇ સંખ્યા જારી કરવામાં આવશે નહીં આ ઘટનાથી નાસભાગ મચી હતી
વ્હાઇટ હાઉસના પ્રવકતા જેક સાકીએ કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડો બાઇડને બોલ્ડર સુપરમાર્કેટની ધટનાની માહિતી આપી દેવામાં આવી છે અને અધિકારી તેમને ક્ષણે ક્ષણની માહિતી આપી રહ્યાં છે એ યાદ રહે કે ગત અઠવાડીયે જાેર્જિયાના અટલાંટામાં મસાજ પાર્લરમાં એક બંદુકધારીએ આઠ લોકોની ગોળી મારી હત્યા કરી દીધી હતી.