Western Times News

Gujarati News

સુપ્રસિદ્ધ શામળાજી મંદિરમાં જન્માષ્ઠમી મહોત્સ્વમાં “કાળીયાદેવ” ને સોળે શણગાર

સુવર્ણ વાંસળી શણગારમાં સજાવી ભક્તોએ દર્શન કરી ધન્ય બન્યા

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા:  વૈશ્વિક કોરોનાની મહામારીના પગલે સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી મંદિર ખાતે આજે જન્માષ્ટમી પર્વને લઈ મંદિર પરીસરને રોશનીથી અને આશોપાલવના તોરણ બંધાતા મંદિર ઝળહળી ઉઠ્યું હતું.ભગવાન કૃષ્ણના જનમોત્સવને લઈ યોજાનારા તમામ મહોત્સવ અને મટકી ફોડ સહિત શોભાયાત્રાના પ્રસંગોને બંધ રાખવામાં આવ્યા હતા લોકમેળામાં આગવું સ્થાન ધરાવતો શામળાજીનો આઠમનો મેળો પણ બંધ રાખવાનો પંચાયત અને શામળાજી મંદીર ટ્રસ્ટ દ્વારા નિર્ણય અગાઉથી જ જાહેર કરવામાં આવ્યો હતો. યાત્રાધામ શામળાજી બિરાજતા કાળીયા ઠાકોરના દર્શનાર્થે ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો

જન્માષ્ટમી પર્વ નિમિતે ભગવાન શામળીયા માટે ખાસ પ્રકારના વસ્ત્રોને ડીઝાઈન કરાવી સુંદર મજાના વસ્ત્રો ભગવાનને પહેરાવવામાં આવ્યા હતા .તેમજ ભગવાનને ખુબ જ કિંમતી સુવર્ણ અને મોતીના ઘરેણાં અને તેમના માથા પર સોનાનો દોઢ કીલો થી વધુ વજનનો હિરા મોતી જડીત મુઘટ પણ શોભાવવામાં આવ્યો હતો

ભગવાન શામળિયા માટે ખાસ ડીઝાઈન કરેલી અંદાજે દશેક તોલા સોનાનું વજન ધરાવતી નવી વાંસળી શણગારમાં  સજાવાઈ હતી શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરને ખુલ્લુ રાખવાનો સરકારની ગાઈડ લાઈન મુજબ નિર્ણય લેવામાં લેતા વહેલી સવારથી જ ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરવા ઉમટ્યા હતા ભક્તો માટે મંદિર દ્વારા સ્વાસ્થયની પ્રાથમિક ચકાસણી કરીને ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો મંદિર પ્રવેશદ્વારે ભક્તોને  સેનીટાઈઝ કરવામાં આવ્યા પછી ફરજીયાત માસ્ક સાથે મંદિર ગર્ભ ગૃહમાં ભક્તોને સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે દર્શન કરી ધન્યતા અનુભવી હતી

મોડાસા શહેર સહિત જિલ્લામાં જન્માષ્ટમી પર્વની સાદગીપુર્ણ ઉજવણી    અરવલ્લી જીલ્લામાં કોરોના ઉપરા ઉપરી કોરોનાના કેસ આવતાં જન્માષ્ટમીની  ઉજવણી સાદગીપુર્ણ કરવામાં આવી હતી .આ ઉપરાંત જીલ્લામાં ઠેર ઠેર યોજાતા લોક મેળા પણ મોકુફ રહ્યા હતા

જન્માષ્ટમી પર્વ અંતર્ગત સમગ્ર જીલ્લામાં મટકીફોડ સહિતના કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા હતા તો કેટલીક જગ્યાએ લોક ડાયરા, સંગીત સંધ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે. મંદિરોમાં રાત્રે ૧૨-૦૦ વાગે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ભક્તો વગર મનાવ્યો હતો  કોરોના મહામારીના કારણે આ વખતે જન્માષ્ટમીના તહેવારને પણ કોરોનાનું ગ્રહણ લાગી ગયું હતું   જેને કારણે સરકારે દરેક તહેવારની જાહેર ઉજવણી પર પ્રતિબંધ મુકી દિધા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.