સુપ્રિમે લોકડાઉનમાં કેન્સલ થયેલી ટિકિટનું તાત્કાલીક રિફંડ આપવા એરલાઈન્સને આદેશ આપ્યાં
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે લૉકડાઉન દરમિયાન કેન્સલ થયેલી ટિકિટનું રિફંડ તાત્કાલિક આપવાનો આદેશ એરલાઈન્સને આપ્યો છે. કોર્ટે કહ્યુ કે લૉકડાઉન દરમિયાન મુસાફરીની એર ટિકિટ હતી તેના રૂપિયા તાત્કાલિક પાછા આપો.
જો લોકડાઉન બાદની મુસાફરી માટે ટિકિટ કેન્સલ કરાવવામાં આવી હોય તો પણ તેમના રૂપિયા ત્રણ અઠવાડિયાની અંદર પાછા આપવા જોઈએ. સુપ્રીમ કોર્ટે ડીજીસીએ દ્વારા ક્રેડિટ સેલના માધ્યમથી એરલાઈન્સ દ્વારા લોકડાઉન દરમિયાન રદ કરવામાં આવેલી ઉડાન પર યાત્રીઓને ટિકિટના રિફંડના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારનો પ્રસ્તાવ છે કે ટિકિટ જો એજન્ટે વેચી છે તો એર ટિકિટ માટે રિફંડ શેલ પણ એજન્ટના માધ્યમથી જ ઉપયોગ થવો જોઈએ.
તમામ મુસાફરોએ લોકડાઉન દરમિયાન 25 માર્ચથી 24 મે 2020ની વચ્ચે એર ટિકિટ બુક કરાવી હતી અને એરલાઈન્સે તેમની પાસેથી ડોમેસ્ટિક અથવા ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટે ચૂકવણી પ્રાપ્ત કરી હતી પરંતુ જ્યારે ફ્લાઈટનું સંચાલન રોકી દેવાયુ તો આ યાત્રીઓએ પોતાની ટિકિટ કેન્સલ કરાવી દીધી અથવા તેમની ટિકિટ કેન્સલ થઈ ગઈ અને એરલાઈન્સ પાસેથી પોતાના રૂપિયા પાછા માગવા લાગ્યા. એરલાઈન્સ મુસાફરોને રૂપિયા આપવામાં આનાકાની કરવા લાગી અને રૂપિયાના બદલે તેમને ક્રેડિટ શેલ આપવા લાગ્યા જેના બદલામાં તેઓ ગમે ત્યારે ટિકિટ બુક કરાવી શકશે.