Western Times News

Gujarati News

સુપ્રિમ કોર્ટના ઇતિહાસમાં રચાયો ઇતિહાસ, ૩ મહિલા સહિત ૭ જજાેએ એકસાથે લીધા શપથ

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટમાં મંગળવારે જ્યારે નવ પદ અને ગોપનીયતાના શપથ લીધા છે, જે આ પહેલા ક્યારેય બન્યું નથી.

સુપ્રીમ કોર્ટ આ અગાઉ પૂર્વે ક્યારેય નવ જજાેએ એક સાથે શપથ લીધા નથી. આ જજાેમાં ત્રણ મહિલા જજ પણ સામેલ છે.

જે પહેલી વાર બનશે કે વડી અદાલતમાં ત્રણ મહિલા જજ શપથ લીધા હશે. તેમાં જસ્ટિસ બીવી નાગરત્ના એક એવા જજ છે, ૨૦૨૭ની આસપાસ દેશની મુખ્ય ન્યાયાધીશ બનશે, પણ તેમનો કાર્યકાળ એકદમ ટૂંકો હશે.

સુપ્રીમ કોર્ટમાં આજે ૯ નવા જજાેએ ચાર્જ સંભાળ્યો છે. મુખ્ય ન્યાયાધીશ એનવી રમને આજે સવારે દરેકને પદના શપથ લેવડાવ્યા.

આજે સુપ્રીમ કોર્ટના જજ બનેલા ૯ લોકોમાંથી ૮ લોકો હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અથવા ન્યાયાધીશ છે. તેમના સિવાય એક વરિષ્ઠ વકીલની પણ સીધી સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

મહત્વનું છે કે, આટલો મોટો શપથ સમારોહ પ્રથમ વખત બન્યું છે કે કોવિડ ગાઈડલાઈનનું પણ ચુસ્ત પણે પાલન કરવામાં આવ્યું છે. દેશના ૭૦ વર્ષના ઈતિહાસમાં આ પહેલી વખલ એક સાથે ૯ જજાે શપથ લીધા છે ત્યારે નવ ન્યાયાધીશોમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ છે.

આ કાર્યક્રમ, જે સામાન્ય રીતે મુખ્ય ન્યાયાધીશના કોર્ટ રૂમમાં થાય છે, આ વખતે અલગ હતો. નવા ન્યાયાધીશોનો શપથ ગ્રહણ કાર્યક્રમ સુપ્રીમ કોર્ટના નવા ભવનમાં બનેલા સભાગૃહમાં યોજાયો હતો.

આ ઓડિટોરિયમમાં ૯૦૦ લોકો માટે બેસવાની વ્યવસ્થા છે. આ સાથે, પ્રથમ વખત, ન્યાયાધીશોના શપથગ્રહણ કાર્યક્રમનું દૂરદર્શન પર લાઇવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ લેનારા નવ નવા ન્યાયાધીશમાં સામેલ છે- ન્યાયમૂર્તિ અભય શ્રીનિવાસ ઓકા, ન્યાયમૂર્તિ વિક્રમ નાથ, ન્યાયમૂર્તિ જિતેન્દ્ર કુમાર માહેશ્વરી, ન્યાયમૂર્તિ હિમા કોહલી અને ન્યાયમૂર્તિ બીવી નાગરત્ના, ન્યાયમૂર્તિ સીટી રવિકુમાર, ન્યાયમૂર્તિ એમએમ સુંદરેશ,

ન્યાયમૂર્તિ બેલા એમ ત્રિવેદી અને પીએમ નરસિમ્હા.વરિષ્ઠ વકીલ અને ભૂતપૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ પી.એસ. નરસિંહ, છઠ્ઠા વકીલ છે જેમને બારમાંથી સીધી કોર્ટમાં નિમણૂક આપવામાં આવી છે.

જસ્ટિસ કોહલી ઉપરાંત, વિવિધ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશો જેમને સુપ્રીમ કોર્ટમાં એલિવેટ કરવામાં આવ્યા છે તેમાં જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકા, જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જીતેન્દ્ર કુમાર મહેશ્વરીનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે ઝ્રત્નૈં રમનની અધ્યક્ષતાવાળી કોલેજિયમે ૧૭ ઓગસ્ટના રોજ યોજાયેલી બેઠકમાં નવ નવા જજાેના નામ મંજૂર કર્યા હતા. આ સાથે સુપ્રીમ કોર્ટમાં નવા ન્યાયાધીશોની નિમણૂક અંગેનો ૨૧ મહિનાનો મડાગાંઠ સમાપ્ત થયો.

આ મથામણના કારણે ૨૦૧૯ થી સર્વોચ્ચ અદાલતમાં એક પણ નવા જજની નિમણૂક થઈ શકી નથી. ૧૭ નવેમ્બર ૨૦૧૯ ના રોજ તત્કાલીન સીજેઆઈ રંજન ગોગોઈની વિદાય બાદથી મથઆમણ ચાલી રહી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.