સુપ્રિમ કોર્ટમાં હવે તારીખો નહીં પડેઃ ધારાશાસ્ત્રીઓને દલીલ માટે સમયમર્યાદા
(એજન્સી) નવીદિલ્હી, દેશની અદાલતોમાં તારીખ પે તારીખ હવે બહુ જલ્દી ભૂતકાળ બની જશે.દશમાં ‘ન્યાય’ માટેે જે રીતે લોકોને વિવિધ અદાલતોમાં દશકાઓ સુધી રાહ જાેવી પડે છે તેનો અંત હવે બહુ જલ્દી લાવવા સુપ્રિમ કોર્ટે પહેલ કરી છે. અને અમેરીકા તથા બ્રિટનની અદાલતોમાં જે રીતે કેસ લડતા બંન્ને પક્ષના ધારાશાસ્ત્રીઓ ની દલીલ માટે ચોક્કસ કલાકો ફાળવી દેવામાં આવે છે.
એ જ પધ્ધતિ હવે સર્વોચ્ચ અદાલતમાં પણ અપનાવવા માટે સર્વોચ્ચ અદાલતે નિર્ણય લીધો છે. અને તે સમય મર્યાદાનો ભંગ થાય તો આપોઆપ તે કેસની સુનાવણી અચોક્કસ મુદત માટેે મુલત્વી રહેી જશે. સર્વોચ્ચ અદાલતે હાલ ગુજરાતના સીનિયર ધારાશાસ્ત્રી યતિન ઓઝાની ‘સીનિયોરીટી’ છીનવી લેેવાનો વિવાદ હાલ સુપ્રિમ કોર્ટમાં એક વર્ષની વિચારણા હેઠળ છે. ઓઝાએ આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટને તેના નિર્ણય પર પુનઃ વિચારણાક રવા અરજી કરી હતી. પણ હાઈકોર્ટેની ફુલ કોર્ટે મીટ તા.ર૦મી જૂનના મળી હતી અને તેમાં ઓઝાને કોઈ રાહત આપવાનો ઈન્કાર કરી હાઈકોર્ટે તેના નિર્ણયને વળગી રહી છે. અને એ જાણ સુપ્રિમ કોર્ટને પણ કરી દેવામાં આવી હતી.
ગઈકાલે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સંજય કાલના વડપણ હેઠળની ખંડપીઠે આ કેસની સુનાવણી સમયે બે સીનિયર એડવોકેટ અભિષેક મનુ સિંધવી અને અરવિંદ દાતાર જેઓ યતિન ઓછા વતી રજુ થયા હતા. તેઓને દલીલ માટેે૩૦-૩૦ મીનિટનો સમય આપવામાં આવ્યો હતો.
અને ુજરાત હાઈકોર્ટ વતી રજુ થયેલા ધારાશાસ્ત્રી તરીકેે પ્રતિનિધિત્વ કરી રહેલા સી.એસ. સુંદરમ ને ૧પ મીનિટનો સમય આપ્યો હતો.ગુજરાતના નામાંકિત ધારાશાસ્ત્રી યતીન ઓઝા પર આરોપ છે કે તેઓ ન્યાયમૂર્તિમાં તથા ન્યાય તંત્ર અંગે ટીકાત્મક વિધાનો કરી રહ્યા હતા.
સર્વોચ્ચ અદાલતે તાકીદ કરી હતી કે તે કોઈ ધારાશાસ્ત્રીને દિવસો સુધી સતત દલીલો કરવાની મંજુરી આપશે નહીે. ખંડપીઠે કહ્યુ હતુ કે જયારે સર્વોચ્ચ અદાલતમાં સામાન્ય નાગરીકોને જૂના કેસ દસકાઓથી પેન્ડીંગ છે તો કઈ રીતે સીનિયર ધારાશાસ્ત્રીઓના વર્તમાન કેસમાં અચોક્કસ મુદતની છૂટ આપી શકાય!!